12 માં વાર્ષિક ભજન સંધ્યાના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું
આ કાર્યક્રમમાં પૂજ્ય અનુપજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
શ્રી રામ જાનકી પરિવાર દ્વારા અગ્રસેન ભવનના પંચવટી હોલમાં 12 માં વાર્ષિક ભજન સંધ્યાના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું. શ્રી રામ જાનકી પરિવાર દ્વારા વિશાળ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂજ્ય અનુપજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. બરોડાથી આવેલ અતુલજી પુરોહિતે સવારે સુંદરકાંડ નું પાઠ વાંચન કરી ભક્તોના મન મોહી લીધા હતા .
મેહદી પુર બાલાજી નું ભજન સંધ્યામાં સ્થાનિક ગાયક મુકેશ દધીચે પણ શ્રોતાજનોને પોતાના સ્વર વડે ડોલાવ્યા હતા દિલ્હીથી શિતલ પાંડેનું ભજન તેમજ. છપ્પનભોગ, મહાપ્રસાદ ભંડારાનું આયોજન પણ આયોજકો દ્વારા ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહી લાભ લીધો હતો
અનુપજી મહારાજે લોકોની સમસ્યાઓ સાંભળી તેમની સમસ્યાઓ દૂર થાય તે માટેની પ્રાથનાં કરી હતી આ કાર્યક્રમનો હેતુ લોકોને બાલાજી મહારાજ અને ગુરુજી મહારાજ સાથે જોડવાનો અને તેમના દર્શનનો લાભ લેવાનો છે.