એજ્યુકેશન
અર્ચના વિદ્યા નિકેતનના પ્રિન્સિપલ રજીતા તુમ્મા પીએચડી થયા
સુરતઃ વરાછા કમલ પાર્ક સોસાયટી સ્થિત અર્ચના વિદ્યા નિકેતનના આચાર્ય રજીતા તુમ્મા કે જેમણે ડૉ.દિનેશ સબનીસના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક કાર્યમાં પીએચડી કર્યું છે. તેઓ છેલ્લા બે વર્ષથી અર્ચના વિદ્યા નિકેતનમાં આચાર્ય પદ પર કાર્યરત છે. રજીતા તુમ્મા ભરારી ફાઉન્ડેશન સાથે સમાજ સેવાનું કાર્ય પણ કરી રહ્યા છે. વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે કાર્ય કરીને તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. શાળા પરિવારના ટ્રસ્ટી ધીરુભાઈ પરડવા, નિકેતન શાળા પરિવાર અને ભરારી ફાઉન્ડેશન એ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.