સુરતસ્પોર્ટ્સ

એએમ/એનએસ ઈન્ડિયા ટી-20 કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

ટુર્નામેન્ટમાં ટોચની 20 કંપનીઓની ટીમે ભાગ લીધો, 35 દિવસમાં 47 મેચ રમાશે

હજીરા-સુરત, 11 ફેબ્રુઆરી 2023:  સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજીત આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) ટી-20 કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો હજીરામાં એએમ/એનએસ ઈન્ડિયા ટાઉનશીપ, હજીરા  ખાતે શનિવારે શુભારંભ થયો છે.

આ ટુર્નામેન્ટનો એએમ/એનએસ ઈન્ડિયાના હ્યુમન રિસોર્સ ઓપરેશન્સ, આઈઆર અને એડમિનીસ્ટ્રેશન વિભાગના વડા ડો. અનિલ મટૂએ  એએમ/એનએસ ઈન્ડિયા સહિત ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી અન્ય કંપનીઓ અને સંસ્થાઓના પદાધિકારીઓની હાજરીમાં પ્રારંભ કરાવ્યો હતો.

ટુર્નામેન્ટના ઉદ્દઘાટન પ્રસંગે ડો. અનિલ મટૂએ જણાવ્યું હતું કે “અમે એએમ/એનએસ ઈન્ડિયા કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો પ્રારંભ કરાવતાં આનંદ અનુભવીએ છીએ અને તમામ ટીમનું સ્વાગત કરીએ છીએ. અમને આ ટુર્નામેન્ટ યોજવાની તક પૂરી પાડવા બદલ અમે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના આભારી છીએ. મને વિશ્વાસ છે કે ટુર્નામેન્ટમાં ખૂબ જ રોમાંચક ગેમ્સ અને સુંદર ક્રિકેટ જોવા મળશે. હું ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામને શુભેચ્છા પાઠવુ છું.”

સુરત અને તેની આસપાસના વિસ્તારોની 20 ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. આ તમામ ટીમને પાંચ-પાંચનાં ચાર જૂથમાં વહેંચી દેવામાં આવી છે. ટુર્નામેન્ટના 35 દિવસ દરમ્યાન 47 મેચ રમવામાં આવશે. જેમાં લીગ તબક્કાની 40 મેચનો સમાવેશ થાય છે. એ પછી 4 કવાર્ટર ફાઇનલ્સ, 2 સેમી-ફાઇનલ્સ અને છેલ્લે ફાઇનલ યોજાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button