સુરતઃ ‘ભારત રત્ન’ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ
બાબાસાહેબ આંબેડકરનું અવસાન 6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું. બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ રામજી આંબેડકર મહાન સમાજ સુધારક અને વિદ્વાન હતા. તેમણે જાતિવાદ નાબૂદ કરવા અને ગરીબ, દલિત, પછાત વર્ગના ઉત્થાન માટે તેમનું સમગ્ર જીવન સમર્પિત કર્યું. તેથી જ આજે તેમની પુણ્યતિથિને સમગ્ર દેશમાં મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આજે 6 ડીસેમ્બરના રોજ મહામાનવ વિશ્વરત્ન પૂ.ડો.બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિને સુરત શહેરના રીંગ રોડ મંદિરવાજા ખાતે આવેલી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પૂર્વ કોર્પોરેટર ધનસુખભાઈ રાજપૂત, સુરત શહેર સમાજના પ્રમુખ કુણાલ ભાઈદાસ સોનવણે, સમાજના આગેવાનો ઉકર્દુ ધિવરે બાપુ, દિલીપ આહિરે ગુરુજી, બોરસે અણ્ણા, રાજેશ બાપુ સૂર્યવંશી, નામદેવરાવ ઝાલ્ટે, પ્રભાકર નાગમલ, ગોવિંદ પિંપળીસ્કર, દિલીપ શિરસાથ, વિજયભાઈ નરેશ, નાયબસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. જાધવ મદન ધુરંધર, જીતેન્દ્ર ઈન્દવે, વિનય મંગલે, યોગેશ સસાણે સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.