એજ્યુકેશન
અર્ચના નિકેતન શાળામાં ગીતા જયંતિ નિમિત્તે લેખિત પરીક્ષાનું આયોજન
વરાછા કમલ પાર્ક સોસાયટી સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળા તેમજ શ્રી યોગ વેદાંત સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ગીતાની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને દરેક ઘરમાં ગીતા-જ્ઞાન થાય એ હેતુસર લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે શ્રી જીગ્નેશ ભાઈ માંગુકિયા તથા આચાર્યશ્રી ચેતનાબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ ગીતા નું અભ્યાસ કરી અને આ પરીક્ષા આપી હતી. આ તકે શાળાના ટ્રસ્ટી ધીરુભાઈ પરડવા અને આચાર્યશ્રી રજીતાબેન તુમ્મા એ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા અને શાળાના શિક્ષકોએ બાળકોને આ ગીતાના શ્લોક શીખવ્યા હતા.