ઋતુરાજ ગાયકવાડે કર્યું કમાલ, એક જ ઓવરમાં ફટકારી 7 સિક્સ, જુઓ વીડિયો
ક્રિકેટને અનિશ્ચિતતાની રમત કહેવામાં આવે છે, આ રમતમાં કશું જ અશક્ય નથી. ક્રિકેટની રમતમાં ઘણા રેકોર્ડ બને છે અને તૂટે છે. ભારતીય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે સોમવારે વિજય હજારે ટ્રોફીમાં આવું જ કારનામું કર્યું હતું.
ઋતુરાજ ગાયકવાડે વિજય હજારેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં યુપી સામે મહારાષ્ટ્રની ઈનિંગની 49મી ઓવરમાં સતત સાત સિક્સર ફટકારી હતી. તેણે યુપીના લેફ્ટ આર્મ સ્પિનર શિવા સિંહની બોલ પર 7 સિક્સર ફટકારી હતી. ભારતીય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે આ મેચમાં 159 બોલમાં અણનમ 220 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 16 સિક્સ સામેલ હતી.
6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣
Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥
Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022
ઋતુરાજ ગાયકવાડે શિવા સિંઘના પહેલા બોલ પર લોંગ-ઓન પર સિક્સર ફટકારી હતી. બીજો છગ્ગો બોલરના માથા પર . મિડવિકેટ પર ત્રીજો છગ્ગો ફટકાર્યો. લોંગ ઓફ પર ચોથી સિક્સ ફટકારે છે. લોંગ ઓફ પર પાંચમી સિક્સ ફટકારે છે. ગાયકવાડે ફ્રી હિટ પર મિડવિકેટની ઓવરમાં છઠ્ઠો છગ્ગો ફટકાર્યો હતો. 7મો સિક્સ પણ મિડવિકેટ પર માર્યો હતો.