એવું કહેવાય છે કે જો તમે સ્વપ્ન ઊંચા જુઓ છો તો તેને સાકર કરવા મહેનતની સાથે-સાથે જુસ્સો પણ એ ઊંચાઈએ રાખવો જોઈએ.
આવા જ ઊંચા ઉંમગના સ્વપ્ન અને જુસ્સો લઈ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ સી.બી.એસ.ઇ નો વિદ્યાર્થી ક્રિશીવ પટેલ ખરેખર ધ રીયલ હીરો છે. આજની યુવા પેઢી માટે માત્ર 15 વર્ષની ઉંમરે તેને જોયેલા સ્વપ્નને જુસ્સા સાથે વાસ્તવિક રીતે સાકાર કર્યા છે. ખુબજ નાની ઉંમરે અભ્યાસની સાથે–સાથે સ્પોર્ટમાં ટ્રાયથ્લોન મિક્સ રીલેમાં રાજકીય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. આ ખ્યાતિ મેળવવા માટે તેને ખુબજ સંઘર્ષ કરવું પડ્યું હતું. આ સંઘર્ષ આર્થિક નહીં પણ શારીરિક અને માનસિક હતું.
12 ઓક્ટોબર 2022 ને ભારત સરકાર દ્વારા આયોજિત 36 નેશનલ ગેમ્સ ટ્રાયથ્લોનમાં તેને ભાગ લીધેલ હતો હજુ તો ક્રિશિવે તેના જુસ્સાને સફળતાની રાહે પોહચાડવાની તૈયારી કરી જ હતી કે એક નાનકડી ઘટનાએ તેના જીવનમાં ખરેખર વળાંક આવ્યો હતો
આ ઘટના એમ હતી કે આ નેશનલ ગેમ્સમાં કુલ 14 ટીમ દ્વારા ટ્રાયથ્લોનમાં ભાગ લીધેલ હતો અને ગેમ્સની શરૂઆત થઈ હતી હજુ તો આ રમતવીર પોતાના ખેલને પ્રદર્શિત કરે તે પેહલા તેની પ્રેક્ટિસ દરમિયાન ક્રિશીવ હજુ તો સ્વિમિંગ કરીને બહાર આવ્યો ત્યાં તેના પગ પરથી બે અન્ય 2 રમતવીરની સાઇકલ ચાલી ગઈ હતી જેથી આ રમતમાં મહત્વના શરીરના એક ભાગ પર ગંભીર ઇજા થઈ અને ક્રિશીવ જે ગુજરાતની ટીમને પ્રતિનિધિત્વ કરતાં હતા તે આ ઇજાને કારણે 6થી પોજીસન પર પોહચી ગ્યા પણ ક્રિશીવે હાર ન માની ખુબજ હતો આ રમતવીરનો ઉત્સાહ આ ઇજાને નહી તેને તો સ્વપ્નને સાકર કરી આગળ વધવું હતું. ખુબજ લોહી વહેતું હોવા છતા તેને પોતાની રમત શરૂ રાખી અને આખરે તેને ગુજરાતને 2જી પોજીસન પર રાખી એક ભવ્ય જીત પોતાની ટીમને અપાવી હતી.
આમ જો જીતનો નશો તમારા જીદમાં હોય તો તમને કોઈ પણ હરાવી શકે તેમ નથી અને તેનુ જ પરિણામ છે કે આજે ક્રિશીવ પટેલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું સ્વપ્ન સાકર કરી પોતાની માતૃભૂમિ અને રાષ્ટ્રીયભૂમિનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજાવા જઈ રહ્યો છે.
27 નવેમ્બર 2022ના રોજ ક્રિશીવ પટેલ એશિયન યૂથ ટ્રાયથ્લોન ચેમ્પિયનશીપ હોંગકોંગ ખાતે ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.
આ બદલ આવા યૂથ આઈકોનને રીયલ હીરોની પ્રતિમા આપવી યોગ્ય છે અને આ માટે શાળાના પ્રમુખ શ્રી રામજીભાઈ માંગુકિયા અને મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા એ ક્રિશીવ પટેલના સ્વપ્નને સાકાર કરવા ટોકન ઓફ લવ આપી તેના જુસ્સાને વધાવ્યો હતો તેમજ શાળાના આચાર્યશ્રી તુષાર પરમારે તેમને અડગ રહી ભારતને જીત અપાવવા શુભેચ્છાઓ પાઠવી હતી