4200 ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના સહિત પડતર માંગણીઓને લઇ શિક્ષકોની રવિવારે મહારેલી અને ધરણાં પ્રદર્શન
3 સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શન બાદ હવે દક્ષિણ સંભાગના હજારો શિક્ષકો રવિવારે એક સાથે આંદોલનમાં જોડાશે
સુરત. મહાનગર પાલિકાના શિક્ષકોને 4200/- ગ્રેડ પે, જુની પેન્શન યોજના, સાતમા પગાર પંચનો સંપૂર્ણ અમલ, H.TAT ઓપી, વિદ્યાસહાયક મિત્રોને પુરા પગારમાં સમાવેશ, B.L O. તેમજ શિક્ષણ સિવાયની કામગીરી માંથી મુક્તિ જેવા અનેક પ્રશ્નોના ઉકેલ માટે રવિવારે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, સુરત દ્વારા દક્ષિણ ઝોન સંભાગ કક્ષાએ રવિવારે મહારેલી અને ધરણાં પ્રદર્શન કરી આંદોલનને આગળ ધપાવશે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, સુરત દ્વારા જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં વિભિન્ન કર્મચારી સંગઠનો પડતર માંગણીઓને લઇને આંદોલન કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સયુંકત મોર્ચા દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ આંદોલનને ટેકો જાહેર કરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના તમામ શિક્ષકો પોતાની ન્યાયીક માંગણી 4200/- ગ્રેડ પે, જૂની પેન્શન યોજના, સાતમાં પગાર પંચના ભથ્થાં, વિદ્યા સહાયક મિત્રો ને પુરા પગારમાં સમાવિષ્ટ કરવા, H TAT ના ઓપી, BLO ની કામગીરી માંથી મુક્તિ, શિક્ષણ સિવાય ની અન્ય કામગીરી માંથી સંપૂર્ણ મુક્તિ, એકમ કસોટી ના પ્રશ્નો જેવા અન્ય તમામ પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ માટે અને પોતાની ન્યાયીક માંગણી બુલંદ રીતે પોહચાડવામાં માટે મહાસંઘ દ્વારા 3-9-22 ના રોજ રેલી, ધરણાં અને કલેકટરશ્રી ને આવેદન પત્ર આપ્યું હતું
હવે તા. 11-9-22 ના રોજ દક્ષિણ સંભાગના કુલ 7 જિલ્લા બે નગર પાલિકા અને એક મહાનગર પાલિકાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ ની મહારેલી યોજી, ધરણાં અને આવેદન આપવામાં આવશે. અને છતાં જો પડતર પ્રશ્નો સરકારશ્રી દ્વારા હાલ ન કરવામાં આવે તો તારીખ 17-09-22 ના રોજ તમામ શિક્ષકો અને કર્મચારીઓ માસ સી. એલ. પર રહેશે.
જેતે દિવસ બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે માટે શિક્ષકો શેરી શિક્ષણ, ઓનલાઈન શિક્ષણ, વર્ચ્યુઅલ ક્લાસ, સેવાકીય કર્યો કરશે, છતાં જો સરકારશ્રી દ્વારા પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો તારીખ 22-09-2022 ના રોજ પેન ડાઉન અને તારીખ 30-09-22 ના રોજ થી અનિશ્ચિત કાલ સુધી હળતાલની જાહેરાત કરવામાં આવી છે.
ત્યારે 11 સપ્ટેમ્બર રવિવારના રોજ રાષ્ટ્રીય સયુંકત મોર્ચા દક્ષિણ સંભાગ તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગરના નેજા હેઠળ તમામ શિક્ષકો રેલી કાઢી અને ધરણાં પ્રદર્શન કરી વિરોધ નોંધાવશે સાથે જ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી પોતાની માગણીઓ સ્વીકારવા માંગ કરશે.