૭૫ માં આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ભગવાન મહાવીર યુનિવર્સિટી દ્રારા ત્રિરંગા યાત્રા નું આયોજન
૬ કિમી લાંબી તિરંગાયાત્રા યોજાઈ જેમાં લગભગ 15000 બાળકો આ તિરંગા યાત્રામાં જોડાયા
સુરત શહેરના વેસુ ભરથાણા રોડ પર ભગવાન મહાવીર યુનિવર્સિટી ધ્વારા ઐતિહાસિક તિંરગાયાત્રા યોજાય આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ જતા અમૃત નિમિત્તે સમગ્ર દેશમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના દીશા સૂચન મુજબ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તિરંગાયાત્રાનું પણ ભવ્ય આયોજન થઇ રહ્યું છે સુરત શહેરના વેસુ ભરથાણા રોડ પર ભગવાન મહાવીર યુનિવર્સિટી ધ્વારા
ઐતિહાસિક તિરંગાયાત્રા યોજાય. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ જતા સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તિરંગાયાત્રાનું પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ભગવાન મહાવીર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.૬ કિમી લાંબી તિરંગાયાત્રામાં 15 હજારથી વધુ લોકો જોડાયા હતા
આ કાર્યક્રમમાં ભગવાન મહાવીર યુનિવર્સિટી ના ચેરમેન જગદીશભાઇ જૈન સંજયભાઈ જૈન અનિલભાઈ જૈન તથા માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણશભાઈ ભાઈ મોદી તેમજ ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન પરેશભાઈ પટેલ, ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, ભગવાન મહાવીર યુનિવર્સિટી ના કુલપતી ડૉ. નિર્મલ શમાં તેમજ રજીસ્ટ્રાર ડો. વિજય માટાવાલા હાજર રહ્યા હતા.
15 હજારથી વધુ વિધાર્થી આચાર્ય અને સ્ટાફ તેમજ સામાજીક સંસ્થા જોડાયા હતા
ભગવાન મહાવીર યુનિવર્સિટીએ તો તિરંગાયાત્રામાં ચાર ચાંદ લગાવી દીધા એવું કહેતા. પૂર્ણશભાઈ મોદીએ ભગવાન મહાવીર યુનિવર્સિટીની તિરંગાયાત્રા અંગે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ તો તિરંગાયાત્રામાં ચાર ચાંદ લગાવી દીધા છે. તેમની તિરંગાયાત્રામાં 4500 બાઇકો પર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનો અદભૂત નઝારો વેસુ વિસ્તારમાં દેખાઈ રહ્યો છે. વેસુનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જે આજે આ તિરંગાયાત્રામાં સામેલ થયો નહીં હોય.
ભગવાન મહાવીર યુનિવર્સિટીથી નીકળેલી તિરંગા યાત્રામાં 15,000 કરતા વધુ વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અને અન્ય લોકો જોડાયા હતા. લગભગ તમામના હાથમાં એક સાથે તિરંગો લહેરાતા અદભૂત નજારો જોવા મળ્યો હતો. આખા વેસુ ભરથાણા વિસ્તારમાં માત્ર તિરંગા અને તિરંગા જ જોવા મળ્યા હતા. તિરંગાના અવકાશી દ્રશ્ય સૌ કોઇને ચકીત કરી દે તેવા હતા
આ સમ્રગ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડો. હિતેશ જોષી અને મેંહુંલ નાયકે કર્યું હતું.