રેલ ટિકિટ પર વરિષ્ઠ નાગરિકોને મળતું કન્સેશન પુનઃ શુરૂ કરવાની માંગ
યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શાન ખાને સુરત રેલ્વે સ્ટેશન ડાયરેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરી રેલ્વે મંત્રીને રેલ ટીકીટ પર વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી રાહત ફરી શરૂ કરવાની માંગ કરી હતી. યુથ કોંગ્રેસ દ્વારા સુપ્રત કરવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને રેલ ટિકિટ પર આપવામાં આવતી છૂટ બંધ કરવામાં આવી છે જે તદ્દન અન્યાયપૂર્ણ, ગેરવ્યાબી અને અમાનવીય પગલું છે.
ભારતમાં વરિષ્ઠ નાગરિકોને હંમેશા સન્માન આપવામાં આવ્યું છે અને તેમને સુવિધાઓ અને તેમના માટે રાહતની વ્યવસ્થા કરવામાં આવી છે જે તેમનો અધિકાર છે, પરંતુ હાલમાં રેલવે મંત્રાલય દ્વારા વરિષ્ઠ નાગરિકોના અધિકારો છીનવી લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. રેલવે મંત્રાલયના આ પગલાથી લાખો વરિષ્ઠ નાગરિકો નારાજગી છે અને તેઓ રેલવે મંત્રાલયના આ પગલાથી દુઃખી અને આક્રોશિત છે.
આવી પરિસ્થિતિમાં જનભાવનાને ધ્યાનમાં રાખીને રેલ્વે મંત્રાલયે પુનર્વિચાર કરવાની જરૂર છે, તેથી અમે માંગણી કરીએ છીએ કે જનભાવનાને ધ્યાનમાં રાખીને, વરિષ્ઠ નાગરિકોની રાહત તાત્કાલિક ધોરણે ફરીથી શરૂ કરવામાં આવે અન્યથા અમને આંદોલન કરવાની ફરજ પડશે.