સુરત માં સૌ પ્રથમ વાર મનોરંજન આધારિત ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન
સુરત ખાતે ટુર્નામેન્ટ નું લોન્ચિંગ યોજાયું
સુરત મા સૌ પ્રથમ વખત મનોરંજન આધારિત ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે..આજરોજ તેનું લોન્ચિંગ યોજાયું હતું જેમાં ખ્યાતનામ સોસીયલ મીડિયા સેલિબ્રિટીઓ હાજર રહયા હતા ..આ ટુર્નામેન્ટ માં અલગ અલગ 10 ટિમો ભાગ લઈ રહી છે.. ભારતમાં સૌ પ્રથમ વાર આઈ આઈ સી એલ 2022 ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતની સૌપ્રથમ મનોરંજન આધારિત ક્રિકેટ લીગ નું હોટલ પાર્ક સેલિબ્રેશનમાં લોન્ચિંગ યોજાયું હતું જેમાં ભારતના વિવિધ શહેરોમાંથી પ્રભાવક્તા અને બિઝનેસ લીડર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા આઈ આઈ સી એલ 2022 ટૂર્નામેન્ટનું ઓક્શન 21મે સુરતમાં રાખવામાં આવ્યું છે.
સુરતમાં પહેલી વાર આઈ આઈ સી એલ 2022 ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી છે આ ટુર્નામેન્ટ ડી વિલા રેસ્ટોરન્ટ પાસે આવેલા સમ્રાટ સ્પોર્ટ્સ બોક્સ ખાતે બે જૂન થી ૫ જૂન દરમ્યાન કરવામાં આવશે.. ટૂર્નામેન્ટ માં 10 ટિમ ભગ લેવાની છે આ આયોજન નું મુખ્ય હેતુ સમગ્ર ભારતમાં ઈંફ્લુરન્સ અને ગ્રાહકો ને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો છે.
તેનાથી માર્કેટિંગ નો વિસ્તાર વધશે અને બ્રાન્ડ અને ક્રિએટર વચ્ચેનો બિઝનેસ રિલેશન બનશે અને લોકો મોટીવેટ થશે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આજ ના લોન્ચિંગ કાર્યક્રમ માં અરબાજ પટેલ ,ઝાંઝ અહેમદ,બેઇંગ શબાબ,સડડું,સબા,સેવન બન્ટાઈ રેપર ગ્રુપ ગલીબોય સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.