રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બેઝિક લાઇફ સપોર્ટ અને ફર્સ્ટ એઇડ મુદ્દે જાગ્રૃતિ આપતો કાર્યક્રમ યોજાયો
સુરત: કોરોના મહામારી બાદ મોટાભાગના લોકો હેલ્થ પ્રત્યે વધુને વધુ સજાગ બન્યા છે. હેલ્થની તંદુરસ્તી પ્રત્યે સભાનતા કેળવતા થયા છે. એટલું જ નહીં દૈનિક ધોરણે જીવનધોરણમાં પણ મોટો બદલાવ લાવ્યા છે. હાડમારીના જીવન-ધોરણમાં લાઇફસ્ટાઇલ અતિમહત્વનો ભાગ ભજવે છે.
આ મુદ્દે બેઝિક લાઇફ સપોર્ટ કેવી રીતે કરવો જોઇએ તેની જાણકારી હોવી અતિ આવશ્યક બની છે. આ અનુસંધાને રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ, ડુમસ રોડ સુરત દ્વારા સનસાઇન ગ્લોબલ હોસ્પિટલના સહયોગથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ‘બેઝિક લાઇફ સપોર્ટ એન્ડ ફર્સ્ટ એઇડ’ થીમ પર ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
બદલાતી જીવનશૈલી વચ્ચે હેલ્થને પ્રાધાન્ય આપવું જ રહ્યું. હેલ્થ ઇઝ વેલ્થ એ સુત્ર અત્યારના સમયમાં યથાર્થ સાબીત થઇ રહ્યું છે. આ પાયાની બાબતોને ધ્યાનમાં રાખી રાયન ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા બેઝિક લાઇફ સપોર્ટ પર એક વિશેષ સત્રનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ શાળાના ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમના વક્તા હતા ડો. અનુજ ક્લાર્ક અને આશા સઘન સંભાળના સહયોગીઓ તથા વિદ્યાર્થીઓને હાર્ટ સ્ટ્રોકના કારણો, કટોકટીના કિસ્સામાં તાત્કાલિક સહાય અને રોગને રોકવા માટે તંદુરસ્ત જીવનશૈલી વિશે સમજણ પૂરી પાડી હતી.