સ્પોર્ટ્સ

હજીરા ટીમ એએમ/એનએસ ઈન્ડીયા કપ 2022ની વિજેતા બની

એએમ/એનએસ ઈન્ડીયાનાં વિવિધ સ્થળોની ટીમ્સ હજીરા ખાતે છ દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાઈ હતી

હજીરા-સુરતઃ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડીયા (એએમ/એનએસ ઈન્ડીયા) કપ 2022માં હજીરાની ટીમ વિજેતા બની છે. આ ટુર્નામેન્ટમાં  દેશનાં વિવિધ સ્થળોના એએમ/એનએસ ઈન્ડીયાના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ છ દિવસના એએમ/એનએસ ઈન્ડીયા કપ 2022નુ તા. ૧૧ થી ૧૬ એપ્રિલ દરમ્યાન એએમ/એનએસ ઈન્ડીયા, હજીરાના એચઆર અને એડમિન વિભાગે આયોજન કર્યુ હતું. ટુર્નામેન્ટમાં હજીરા, પારદીપ, દબુના, પુના, મુંબઈ, વિઝાગ, બારબીલ અને ભારતના અન્ય સ્થળેથી ટીમ જોડાઈ હતી.

ટુર્નામેન્ટના ભાગરૂપે 15-15 ઓવરની 14 ક્રિકેટ મેચનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જ્યારે ફાયનલ મેચ ટી-20 સ્વરૂપે યોજાઈ હતી.  હજીરા ટીમે ફાયનલમાં પ્રથમ બેટીંગ કરીને  3 વિકેટના ગુમાવી 229નો અસરકારક સ્કોર નોંધાવ્યો હતો. હજીરા ટીમે બૉલિંગમાં પણ અસરકારક પરફોર્મન્સ દાખવ્યો હતો. આથી  પારાદીપની ટીમ આ સામે 20 ઓવરમાં  7 વિકેટ ગુમાવીને માત્ર 66 રનનો સ્કોર કરી શકી હતી. હજીરા ટીમને એએમ/એનએસ ઈન્ડીયા કપ 2022ની વિજેતા જાહેર કરવામાં આવી હતી.

હજીરા ટીમને બેસ્ટ બેટસમેન, બેસ્ટ બૉલર અને મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હજીરા ટીમના કેપ્ટન નિરવ પટેલને શ્રેષ્ઠ બૉલર અને મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ હાંસલ થયો હતો.

એક્ઝિક્યુટિવ ડિરેકટર શ્રી સંતોષ મુંધડાના, એસએમપી-1 હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હિતેષ શેઠ તથા સિક્યોરિટી-ફાયર હેડ કેપ્ટન  સુજોય કુમાર ગાંગુલીના હસ્તે વિજેતાઓને એવોર્ડ, વિજેતા ટીમને ટ્રોફી તેમજ વિવિધ પ્રાઈઝનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

એડમિન વિભાગના કીરણ વૈદ્ય અને એચઆર વિભાગના મોહમદ ઈમરાન પણ આ સમારંભમાં હાજર રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button