એએમએનએસ ઈન્ડીયાએ હજીરામાં ‘નેશનલ ફાયર સર્વિસ ડે’ ની ઉજવણી કરાઈ
કંપનીના કર્મચારીઓ અને એસોસિએટસમાં ફાયર સેફટી અંગે જાગૃતિ વધારવાના ભાગરૂપે ગત અઠવાડિયા દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ અને ક્વિઝ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું
હજીરા, સુરત: આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા (એએમએનએસ ઇન્ડિયા)એ તા. 8-14 એપ્રિલ 2022 દરમિયાન નેશનલ ફાયર સર્વિસ વીકની ઉજવણી કરી હતી. ઉજવણી દરમિયાન કર્મચારીઓ તથા એસોસિએટસમાં ફાયર સેફટી અંગે જાગૃતિ વધે તે માટે રિસ્પોન્સ કોમ્પીટીશન, ક્વિઝ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
વર્ષ 1944માં બોમ્બે ડોકયાર્ડમાં લાગેલી ભિષણ આગમાં પોતાનો જીવ ગૂમાવનાર બહાદુર ફાયરફાઈટર્સની યાદમાં તા.14 એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડે મનાવવામાં આવે છે.આ વર્ષે “Learn Fire Safety, Increase Productivity (અગ્નિશમન શીખો, ઉત્પાદકતા વધારો) થીમ આધારિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં એએમ\એનએસ ઇન્ડિયા હજીરાના 16 વિભાગોએ ભાગ લીધો હતો. એએમ\એનએસઈન્ડીયા હજીરાના સંકુલ સાથે જોડાયોલા 800થી વધુ કર્મચારીઓએ ફાયર સેફટી ક્વિઝમાં ભાગ લીધો હતો.
આ ઉપરાંત કંપની સાથે સાંકળયેલા એસોસિએટસના 85 કર્મચારીઓ પણ પરિસ્થિતિ આધારિત ગ્રુપ પ્રેક્ટિકલ ફાયર ફાઈટીંગમાં જોડાયા હતા. આ સ્પર્ધામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી કવાસ અને અદાણી પોર્ટસ ફાયર એક્સપર્ટસ નિર્ણાયક તરીકે સામેલ થયા હતા. અઠવાડિયા દરમ્યાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
તા.14 એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી દરમ્યાન એએમએનએસ ઇન્ડિયાએ પ્રેક્ટિકલ ફાયર ફાઈટીંગ અને રેસ્ક્યુ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મેનેજમેન્ટના સિનિયર અધિકારીઓ અને 450થી વધુ કર્મચારીઓ અને એસોસિએટસ જોડાયા હતા.
આ પ્રસંગે હજીરા ખાતેના હેડ ઓફ સિક્યોરિટી એન્ડ ફાયર, કેપ્ટન (IN) સુજોય કુમાર ગાંગુલીએ વિતેલા વર્ષોમાં હાથ ધરાયેલા વિવિધ પ્રયાસો અને સિધ્ધિઓ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે “ફાયર સર્વિસીસ આગ જેવી અકસ્માતને ટાળવા સતત પ્રયત્નશીલ રહેશે.”
એસએમપી-1ના હેડ હિતેષ શેઠ અને એસએમપી-2ના હેડ બૈજુ મસરાની એ જીરો ફાયર ટાર્ગેટની સિધ્ધિને બિરદાવી હતી અને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સંકુલ વધુ આવનારા દિવસમાં પણ જીરો ફાયરની સિધ્ધિને જાળવી રાખશે.