નોન સ્ટોપ વક્તવ્યથી સુરતના નામે નવો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાશે
આઝાદી ના અમૃત મહોત્સવ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વિકાસશીલ ભારત વિષય પર 24 કલાકમાં 250 થી વધુ વ્યક્તિઓ 250 થી વધુ વિષયો પર વક્તવ્ય આપી વર્લ્ડ રેકોર્ડ બનાવશે
સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા આગામી તા. 9 અને 10 એપ્રિલના રોજ સુરતમાં અનોખો ગીનીસ બુક ઓફ રેકોર્ડ બનાવવામાં આવશે. વિકાસશીલ ભારત વિષય પર 250 વક્તાઓએ સતત 24 કલાક સ્પીચ આપશે. તેઓ વર્લ્ડ રેકોર્ડ થકી ભારતના વિકાસની વાતને લોકો સુધી પહોંચાડશે. આખા ભારતમાંથી વક્તાઓ રેકોર્ડમાં ભાગ લેવા સુરત આવશે.
ટ્રસ્ટી પિયુષ વ્યાસે જણાવ્યું કે ભૂતકાળમાં 2018માં જ્યારે નરેન્દ્ર મોદીને મળ્યા હતા ત્યારે તેમણે નવો રેકોર્ડ લોકોને સાથે રાખીને કરવાની પ્રેરણા આપી હતી. બાદમાં નવો આઈડીયા આવ્યો હતો. અમે નવો રેકોર્ડ બનાવવા માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સાથે વાટાઘાટો શરૃ કરી હતી. ગીનીસ બુક મોસ્ટ પીપલ ઇન સ્પીચ રીલે થીમ આપી હતી.
પુજા વ્યાસે જણાવ્યું કે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પાર્ટીસીપેટ શોધવા ખૂબ અઘરા હતા. સ્પીકર શોધવાનું કામ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરુ હતું. સામાન્ય રીતે લોકો એવું માને છે કે તેઓ બોલી શકે છે. પરંતુ જાહેરમાં બોલવું અને ચોક્કસ વિષય પર બોલવું ખૂબ અઘરું છે. રેકોર્ડમાં ભાગ લેવા માટે 600 લોકોએ અરજી કરી હતી.
વીડિયો કોલ, વિડીયો, ફોન મારફતે અરજીને સ્કુટીનાઈઝ કરવામાં આવી હતી. અનેક લોકોને ના પાડવામાં આવી હતી. જાહેરમાં કેવી રીતે બોલવું વિષય પર શું બોલવું, વિષયની પસંદગી, વિષયના ભાગ પાડવા, વિકાસશીલ ભારતના મુદ્દા કેવી રીતે શું કરવા, વગેરેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. દરેકનું પ્રેઝન્ટેશન લેવામાં આવ્યું હતું.
સંસ્થાએ વીડિયો બાઈટ લીધી હતી. નિર્ણાયક લોકોની મોક ટેસ્ટ લીધી હતી. 35 થી વધુ લોકોને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. વિકાસશીલ ભારતના મુદ્દાની શોધ કરવા પોલીટીકલ બોડી, ગેઝેટડ ઓફિસ, સરકારી વેબસાઈટનો સહારો લેવામાં આવ્યો હતો. વિકાસશીલ ભારત વિષય પર જુદા જુદા મુદ્દાઓ શોધવા અઘરુ કામ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના કાર્યકાળ પહેલા અને બાદમાં થયેલા વિકાસના કાર્યોને શોધવામાં આવ્યા હતા. આપણી આજુબાજુમાં વિકાસના અનેક કાર્યો થયા છે પરંતુ તેની નોંધ લેવાતી નથી.
ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના માધ્યમથી સામાન્ય લોકોને આ વિકાસના આ કાર્યની ખબર પડશે. અનેક સરકારી યોજનાની સામાન્ય લોકોને જાણકારી નથી. 250 સ્પીકર પાસે અલગ અલગ મુદ્દાઓ હશે. ટાઈમ મેનેજમેન્ટ, ટીમ બિલ્ડીંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, આ રેકોર્ડમાં ખૂબ મહત્ત્વનું છે. પિયુષ વ્યાસ, પૂજા વ્યાસ , કરશન ગોંડલીયાના કોમ્બીનેશન, અને શ્રી હરિ ગ્રુપના રાકેશ દુધાત નો અનુભવ, અને સહકાર આ રેકોર્ડના આયોજનમાં ખૂબ કામ આવી હતી.
250 થી વધુ વક્તાઓને આ રેકોર્ડ બનાવવા માટે તેઓએ કઇ કઇ બાબતો નું ધ્યાન રાખવું તે સમજાવવા માટે વેસુ ખાતે આવેલ હોર્સ કાફે મા એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેને સફળ બનાવવા સ્પીકરો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા