એનએસઈ આઈએફસી અને એચડીએફસી બેંકે ભારતીય રિટેઈલ ઈન્વેસ્ટરો માટે એનએસઈ આઈએફસી રિસિપ્ટસ મારફતે ગ્લોબલ સ્ટોક્સમાં મૂડીરોકાણની તકો ખૂલ્લી મૂકી
એનએસઈ આઈએફસી રિસિપ્ટસ એચડીએફસી બેંક - આઈબીયુ દ્વારા ઈસ્યુ કરવામાં આવે છે
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ (એનએસઈ આઈએફએસસી), એચડીએફસી બેંક સાથે મળીને આઈએસએફસીએ દ્વારા નક્કી કરાયેલી નિયમનલક્ષી સેન્ડબોક્સ ફ્રેમવર્ક ભારતમાં પ્રથમ વખત અનસ્પોન્સર્ડ ડિપોઝીટરી રિસિપ્ટસ (એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસ)ના ટ્રેડીંગનો પ્રારંભ કર્યો છે, કે જે ભારતીય રિટેઈલ ઈન્વેસ્ટરોને ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ અને નાસ્ડેક જેવા અમેરિકાના શેરમાં રોકાણ કરવાની સરળ અને પોસાય તેવી તક પૂરી પાડશે. આ પ્રારંભ પછી ભારતીય રિટેઈલ રોકાણકારો એનએસઈ આઈએફસી પ્લેટફોર્મ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા નિર્ધારિત કરાયેલી લિબ્રલાઈઝડ રેમિટન્સ સ્કીમ (“LRS”) હેઠળ સોદા કરી શકશે.
એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસ એ એક નવતર પ્રકારની અનોખી પ્રોડક્ટ છે કે જે ભારતીય રિટેઈલ ઈન્વેસ્ટરોને વૈશ્વિક અર્થતંત્રોની ઉચ્ચ પર્ફોર્મન્સ કરતી કંપનીઓમાં પોતાના મૂડીરોકાણનું વૈવિધ્યકરણ કરવાની તક પૂરી પાડશે. એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસ મારફતે ગ્લોબલ સ્ટોક્સમાં મૂડીરોકાણની સમગ્ર પ્રક્રિયા નિર્બાધ અને ઓછી ખર્ચાળ બની જશે. રોકાણકારોને ગ્લોબલ માર્કેટમાં સોદા થતાં શેર્સની તુલનામાં આંશિક માત્રામાં સોદા કરવાનો વિકલ્પ મળશે. યુએસના સ્ટોક્સથી શરૂ કરીને એનએસઈ આઈએફએસસી ટૂંક સમયમાં વિશ્વના અન્ય બજારોના સ્ટોક્સમાં ટ્રેડીંગ કરવાની સુવિધા પૂરી પાડશે.
ગિફ્ટ સિટીમાં એચડીએફસી બેંકનું, આઈએફએસસી બેંકીંગ યુનિટ (“HDFC Bank-IBU”) તેની એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસની કસ્ટોડિયન તરીકેની ભૂમિકામાં નવા રજૂ કરાયેલા યુડીઆર પ્રોગ્રામ હેઠળ એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસ ઈશ્યૂ કરશે અને આઈએફએસસી એ રજિસ્ટર્ડ ડિપોઝીટરીઝ સાથે ડિપોઝીટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામ કરશે અને રોકાણકારોના ડિપોઝીટરી એકાઉન્ટસ ખોલવાની સાથે-સાથે સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરશે.
એનએસઈ આઈએફસી ક્લિયરીંગ કોર્પોરેશન લિમિટેડ (NICCL) મજબૂત રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક પૂરૂં પાડશે, ક્લિયરીંગ માટે સુવિધા અને સોદા કરાયેલી તમામ ડિપોઝીટરી રિસિપ્ટસનું સેટલમેન્ટ કરીને એનએસઈ આઈએફસી પ્લેટફોર્મ ઉપર કરાયેલા તમામ સોદા માટે સેટલમેન્ટ ગેરંટી પૂરી પાડશે. વધુમાં, તમામ સોદાને એનએસઈ આઈએફએસસીના ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફ્રેમવર્ક હેઠળ આવરી લેવાશે. રોકાણકારો એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસ ગિફ્ટ સિટીમાં ખોલાવેલા તેમના પોતાના ડિમેટ એકાઉન્ટમાં જાળવી રાખી શકશે અને સ્ટોક બાબતે કોર્પોરેટ એક્શનનો લાભ મેળવવાને પાત્ર બનશે.
આઈએફસીએના ચેરમેન-ઇન્જેતી શ્રીનિવાસ જણાવે છે કે “આજે રિટેઈલ પાર્ટિસિપેન્ટસને રિઝર્વ બેંકની લિબર્લાઈઝડ રેમિટન્સ સ્કીમ હેઠળ એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસમાં સોદાઓનો પ્રારંભ થયો છે, તે રિટેઈલ સહભાગીદારીને આકર્ષવાની અને વાયબ્રન્ટ કેપિટલ માર્કેટ વ્યવસ્થાને ભારતના એકમાત્ર ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિસ સેન્ટર હેઠળ વિકસાવવાની ગિફ્ટ સિટીની આ એક સારી શરૂઆત છે. એનએસઈ આઈએફએસસીની આ નવતર ઓફરથી રિટેઈલ રેસિડેન્ટ ઈન્વેસ્ટર્સ પસંદગીના અમેરિકાના સ્ટોક્સમાં એનએસઈ આઈએફએસસી પ્લેટફોર્મ મારફતે સોદાઓ કરી શકશે. શરૂઆતમાં નિયમનલક્ષી સેન્ડબોક્સ માળખાં હેઠળ અને તે પછી તમામ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ઈન્વેસ્ટર્સ એક્સચેન્જમાં સોદાઓ કરી શકશે. આ પ્રસંગે હું એનએસઈ આઈએફએસસીને રિટેઈલ ઈન્વેસ્ટરો માટે નવતર પ્રકારની ફાયનાન્સિયલ પ્રોડક્ટસ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવું છું.”
એનએસઈના એમડી અને સીઈઓ- શ્રી વિક્રમ લિમયેએ જણાવ્યું હતું કે “અમેરિકાના સ્ટોક્સનું અનસ્પોન્સર્ડ ડિપોઝીટરી રિસિપ્ટસ તરીકે ટ્રેડીંગ શરૂ થયું છે, તે એનએસઈ આઈએફએસસી માટે ગૌરવની ક્ષણ છે. આ વ્યવસ્થાથી ગ્લોબલ સ્ટોક્સમાં રોકાણની સમગ્ર પ્રક્રિયા ભારતીય રિટેઈલ રોકાણકારો માટે નિયંત્રિત વાતાવરણમાં અપાર સુવિધા પૂરી પાડશે. આ લૉન્ચની સાથે જ, અમે અમારા ભારતીય રીટેઇલ રોકાણકારો અને બ્રોકરો માટે નોંધપાત્ર મૂલ્યને અનલૉક કર્યું છે અને અમે સંકલિત અને ઈનોવેટીવ ઈન્ટરનેશનલ આઈએફસી એક્સચેન્જ તરીકે અમારૂં સ્થાન ઊભું કરવા માટે આશાવાદી છીએ. અમે આ અનોખા પ્રયાસ હેઠળ એચડીએફસી બેંક સાથે સહયોગ કરતાં આનંદ અનુભવીએ છીએ અને માનીએ છીએ કે, સાથે મળીને અમે ગિફ્ટ આઈએફએસસી ફાયનાન્સિયલ લેન્ડસ્કેપ બદલી નાંખીને તેને આપણાં માનનીય વડાપ્રધાનના વિઝન મુજબ સાચા અર્થમાં ગ્લોબલ આઈએફએસસી બનાવીશું.”
એચડીએફસી બેંકના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર- શ્રી કૈઝાદ ભરૂચા જણાવે છે કે “એચડીએફસી બેંક ભારતની નાણાકીય સર્વિસીસ ક્ષેત્રે અગ્રણી છે અને ભારતના નાણાકીય ક્ષેત્રની કાયાપલટ કરવામાં ઉદ્દીપક ભૂમિકા ભજવી રહી છે. એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસ એ ભારત/ગિફ્ટ આઈએફસીનો ભારતમાં અનોખો પ્રયાસ છે અને તે ભારતના રિટેઈલ ઈન્વેસ્ટરોને ગ્લોબલ સ્ટોક્સમાં આસાનીથી રોકાણ કરવાની તક પૂરી પાડશે. એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસ ફ્રેમવર્ક આ રોકાણોને અત્યંત પરવડે તેવા અને પારદર્શક બનાવશે અને તેના દ્વારા રિટેઈલ સહભાગીદારી માટેનો માર્ગ મોકળો કરશે. અમે આ પ્રોગ્રામ અંગે ખૂબ જ રોમાંચિત છીએ અને માનીએ છીએ કે, આ વ્યવસ્થા ભારતીય રોકાણકારો ગ્લોબલ સિક્યોરિટીઝ માર્કેટમાં જે રીતે રોકાણ કરે છે, તેમાં પરિવર્તન લાવશે.”