આઇસીઆઇસીઆઇ બેંકે સેલવાસ બ્રાન્ચનો પ્રારંભ કર્યો

સુરત: આઇસીઆઇસીઆઇ બેંકે સેલવાસમાં નરોલી ખાતે બ્રાન્ચનો પ્રારંભ કર્યો છે. આ બ્રાન્ચ સેલવાસમાં બેંકની પાંચમી બ્રાન્ચ છે, જે એટીએમ-કમ-કેશ રિસાઇકલિંગ મશીન (સીઆરએમ)થી સજ્જ છે.
આ બ્રાન્ચ સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટ્સ, ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝિટ્સ, કિસાન ક્રેડિટ કાર્ડ, ગોલ્ડ લોન, પર્સનલ લોન, હોમ લોન, ઓટો લોન, લોન અગેઇન્ટ્સ પ્રોપર્ટી, એજ્યુકેશન લોન વગેરે જેવી લોન, ફોરેક્સ સર્વિસિસ તથા કાર્ડ સર્વિસિસ સહિત એકાઉન્ટ્સ અને ડિપોઝિટ્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે. બ્રાન્ચમાં લોકર રૂમ સુવિધા પણ છે.
આ બ્રાન્ચ સોમવારથી શુક્રવાર સવારે 9.30થી બપોરે 3.00 વાગ્યા સુધી તેમજ મહિનાના પ્રથમ, ત્રીજા અને પાંચમાં શનિવારે કાર્યરત રહે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં આઇસીઆઇસીઆઇ બેંકની 8 બ્રાન્ચ તથા 15થી વધુ એટીએમ અ સીઆરએમ છે. આઇસીઆઇસીઆઇ બેંક તેના વિશાળ ગ્રાહક આધારને બ્રાન્ચ, એટીએમ,કોલ સેન્ટર,ઇન્ટરનેટ બેંકિંગ (www.icici.bank.in) અને મોબાઇલ બેંકિંગના મલ્ટી-ચેનલ ડિલિવરી નેટવર્ક દ્વારા સેવા આપે છે.



