સુરત

મોટા વરાછામાં ‘નિયોન પાંડા બાય રિબાઉન્સ’નું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે શુભારંભ; 60થી વધુ એક્ટિવિટી, 700થી 800 લોકો એકસાથે માણી શકશે; 1 નવેમ્બરથી જાહેર જનતા માટે ખુલ્લું

સુરત : સુરતના મોટા વરાછા VIP સર્કલ ખાતે મનોરંજન અને ફૂડ ક્ષેત્રે નવું આકર્ષણ ઉમેરાયું છે. શનિવાર, 31 ઑક્ટોબરના રોજ ધારાસભ્ય  સંગીતાબેન રાજેન્દ્રભાઈ પાટીલના હસ્તે ‘નિયોન પાંડા બાય રિબાઉન્સ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ જ સંકુલમાં ‘કોફી કિંગ’ અને ‘સુપર સેન્ડવિચ કંપની’ પણ શરૂ થયા છે. સેન્ટર 1 નવેમ્બરથી દરરોજ સવારે 11થી રાત્રે 11 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.

નિયોન પાંડા એ રિબાઉન્સની એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ છે. સુરતમાં રિબાઉન્સનું આ બીજું ગેમઝોન છે, જ્યારે દેશમાં ત્રીજું. રિબાઉન્સના અનુજ તોષનીવાલે જણાવ્યું કે, 2020માં વેસુ ખાતે રિબાઉન્સની શરૂઆત થઈ હતી અને ઑગસ્ટમાં ઇન્દોરમાં નિયોન પાંડા શરૂ કરાયું હતું. હવે 2026માં મોટા વરાછામાં બીજું ગેમઝોન શરૂ થયું છે. ઉદ્ઘાટન પહેલાં બ્રાન્ડે ‘મિશન સુરત’ કેમ્પેઇન દ્વારા ક્રિએટર્સ સાથે મળીને શહેરના લોકો સાથે જોડાવાનો પ્રયાસ કર્યો હતો.

અનુજ તોષનીવાલે કહ્યું, “નિયોન પાંડાનું વિઝન પરિવાર અને મિત્રો માટે સાથે સમય વિતાવવા, રમવા અને ખુશીની પળો માણવા માટે ઉત્તમ સ્થળ ઊભું કરવાનું છે. જ્યારે પુખ્ત વયના લોકો બાળકોની જેમ રમે છે અને ચહેરા પર સ્મિત આવે છે, ત્યારે એ જ અમારી મહેનતની સાચી સફળતા છે.”

અહીં બોલિંગ, ટ્રેમ્પોલિન પાર્ક, લેઝર ટેગ, આર્કેડ ગેમ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, બમ્પર કાર, ગ્રેવિટી ગ્લાઇડ, ક્રિકેટ, સ્કાય રાઇડર અને શૂટિંગ સહિત 60થી વધુ ગેમ્સ અને એક્ટિવિટી ઉપલબ્ધ છે. બાળકોથી લઈને વડીલો સુધી તમામ વયજૂથ માટે ગેમ્સ છે. કેટલીક આધુનિક ગેમ્સ ગુજરાત અને દેશમાં પણ મર્યાદિત સ્થળોએ જ જોવા મળે છે.

ગેમઝોનના ભાગીદારો મુકેશ તિરાનિયા, ચિરાયુ સોમાણી અને મયંકભાઈએ જણાવ્યું કે, શૂટિંગ રેન્જ, લેઝર ટેકનોલોજી અને શૂટિંગ વેલી જેવી આધુનિક સુવિધાઓ ખાસ આકર્ષણ છે, જે તેને અન્ય ગેમઝોનથી અલગ બનાવે છે.

મધ્યમવર્ગીય પરિવારોને પરવડે તેવા દર

પ્રવેશ સંપૂર્ણ મફત છે, મુલાકાતીઓએ માત્ર પસંદગીની ગેમ્સ માટે જ ચૂકવણી કરવાની રહેશે. એક દિવસમાં 60 જેટલી એક્ટિવિટી માટે ₹2,500, એક મહિનાની મેમ્બરશિપ ₹11,000 અને એક વર્ષની મેમ્બરશિપ ₹51,000 છે.

આગામી આયોજન: પાલ ખાતે ગુજરાતનો સૌથી મોટો સ્નો પાર્ક અને નવું ગેમઝોન શરૂ કરવાની યોજના છે. મોટા વરાછામાં સુરતનું સૌથી મોટું ગો-કાર્ટિંગ આકર્ષણ લાવવાનું પણ આયોજન છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button