બિઝનેસ

નવી મુંબઈ એરપોર્ટ પર આં.રાષ્ટ્રીય ફ્લાઇટના તબક્કાવાર વિસ્તરણ માટે ઇન્ડિગો અને અદાણી એરપોર્ટ્સે જાહેરાત કરી

મુંબઈ, ૨૫ ઓક્ટોબર ૨૦૨૬: ફેબ્રુઆરી ૨૦૨૭થી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પરથી ઈન્ડિગોની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું કામકાજ શરૂ કરવાની યોજના અમલમાં મૂકવાના અંતિમ તબક્કામાં હોવાની ઈન્ડિગો અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) એ સંયુક્ત રીતે જાહેરાત કરી છે. આ યોજના મુજબ ઈન્ડિગો ધીમે ધીમે પોતાની હાજરી વિસ્તારશે, જેના પરિણામે તેમની ભાગીદારી અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) ની ‘ડ્યુઅલ-એરપોર્ટ’ (બે એરપોર્ટ ધરાવતી) પ્રણાલી વધુ મજબૂત બનશે.

NMIA ખાતેના વિસ્તરણના ભાગરૂપે, ઈન્ડિગો છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) પરથી દરરોજ થતી ૧૨ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને તબક્કાવાર નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર ખસેડશે. જેમાં હાલની CSMIA થી બહેરીન, રિયાધ, દમ્મામ, જેદ્દાહ, મદીના, કુવૈત, રાસ અલ ખૈમાહ, ફુજૈરાહ, મસ્કત, ઢાકા અને જકાર્તા માટેની તમામ ફ્લાઈટ્સ સામેલ છે ઉપરાંત, કાઠમંડુ માટે પણ એક નવી દૈનિક સેવા શરૂ કરવામાં આવશે. આમ, ફેબ્રુઆરીથી જુલાઈ ૨૦૨૭ દરમિયાન NMIA ખાતે ઈન્ડિગોનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ૧૨ સ્થળો સુધી વિસ્તરશે. ગ્રાહકોને આગળની મુસાફરી માટે કોઈ અગવડતા ન પડે અને મુસાફરી સરળ રહે તે સુનિશ્ચિત કરવા માટે ઈન્ડિગો જરૂરી ડોમેસ્ટિક કનેક્ટિવિટીને પણ મુંબઇ એરપોર્ટ પર થી નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર સ્થળાંતરીત કરશે. ઈન્ડિગોની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સેવાઓ વચ્ચે મુસાફરોની હેરફેર સરળ અને કાર્યક્ષમ બને તે હેતુથી ઈન્ડિગો સાથે મળીને અદાણી એરપોર્ટસ હોલ્ડિંગ્સ લિ. એ નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર જરૂરી માળખાકીય સુવિધાઓ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે. આ વિસ્તરણ લાંબા ગાળે નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટને આંતરરાષ્ટ્રીય હબ તરીકે વિકસાવવાની ઈન્ડિગોની વ્યૂહરચનાનો એક મહત્વનો ભાગ છે.

મુંબઇ એરપોર્ટ ખાતે ક્ષમતાના આ સ્થળાંતરથી ૨૦૨૭માં ઈન્ડિગોના સતત આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માટે જગ્યા ઊભી થવાથી ઈન્ડિગો તેના એવા એરપોર્ટ પર વધારાનું દબાણ લાવ્યા વિના A320/321 અને A321XLR વિમાનોના કાફલાનો ઉપયોગમાં લઇ એશિયા, આફ્રિકા અને યુરોપમાં નવી સેવાઓ શરૂ કરી શકશે. જ્યાં પહેલેથી જ મર્યાદીત ક્ષમતા છે. બીજું, સ્થાનિક કામગીરીનું સંકલિત સંક્રમણ ૨૦૩૦ સુધીમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ ૧ ના પુનઃનિર્માણને સક્ષમ કરવા માટે જરૂરી ક્ષમતા ઘટાડવામાં ઇન્ડિગોના હિસ્સાને પણ આધાર આપશે. આમ બે સંયુક્ત ઉદ્દેશ્યો પણ સિદ્ધ થશે ઇન્ડિગો અને એરપોર્ટસ હોલ્ડિંગ્સ મુંબઇ એરપોર્ટના ટી૧ પર ઇન્ડિગોની સેવાઓમાં જરૂરી કોઈપણ વ્યવસ્થાને CSMIA T2 માં સમાવિષ્ટ કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

CSMIA ખાતે દરેક એરલાઇનની હાજરીને ધ્યાનમાં લેતા, મુંબઈના ડ્યુઅલ એરપોર્ટ સિસ્ટમમાં ક્ષમતાના પારદર્શક, સમાન અને પ્રમાણસર પુનઃસંતુલનને સમર્થન આપવાનો તબક્કાવાર સંક્રમણનો હેતુ છે. આ સંતુલિત અભિગમ તમામ વાહકો માટે વ્યવસ્થિત સંક્રમણને સરળ બનાવવામાં, કામકાજમાં અવરોધ ઘટાડવામાં અને NMIAના વિસ્તરણ અને CSMIA તેના પુનઃનિર્માણના કામમાં સાથે આગળ વધતાં એરલાઇન્સ અને મુસાફરો માટે વધુ સુનિશ્ચિત આયોજન પુરુ પાડવામાં મદદ કરશે.

પ્રકલ્પનું છેવટનું સંકલન પૂર્ણ થયા બાદ અને સંબંધિત ઓપરેટિંગ મંજૂરીઓ સુરક્ષિત થયા પછી ઇન્ડિગો NMIA માં સેવાઓના સંક્રમણ અને CSMIA માં નવી સેવાઓ શરુ કરવા માટેની અંતિમ તારીખો જાહેર કરશે.

તબક્કાવાર સંક્રમણથી NMIA થી કનેક્ટિવિટીનો ભૌતિક રીતે વિસ્તાર તેમજ CSMIA ની આંતરરાષ્ટ્રીય પહોંચ વધુ વિસ્તૃત થશે, જેનાથી મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશના મુસાફરોને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરીની વ્યાપક શ્રેણી માટે મજબૂત ટ્વીન-એરપોર્ટની સુવિધા હાથવગી થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button