ઇન્દોર સુપર લીગમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમ ચેમ્પિયન
U-19 બોયઝ વૉલીબૉલ ટીમે ઑલ ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં મેળવ્યો પ્રથમ ક્રમ, કોચ સિદ્ધાર્થ મરાઠે સહિત ખેલાડીઓનું સન્માન

સુરત: સુરતની ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ (TRIS)ની U-19 બોયઝ વૉલીબૉલ ટીમે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી ઇન્દોર સુપર લીગ ઑલ ઇન્ડિયા વૉલીબૉલ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ટીમે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને શાળા અને સુરતનું નામ રોશન કર્યું છે.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય, શાનદાર ટીમવર્ક અને દૃઢ નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન અને સામૂહિક પ્રયાસોના પરિણામે ટીમે આ મહત્ત્વપૂર્ણ સફળતા હાંસલ કરી હતી.
આ ગૌરવપૂર્ણ સફળતા બદલ શાળાના સંચાલક મંડળે કોચ સિદ્ધાર્થ મરાઠે અને તમામ ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં. સંચાલક મંડળે ખેલાડીઓની મહેનત, સમર્પણ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ટીમની આ સિદ્ધિને શાળા માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવવામાં આવી રહી છે.



