એજ્યુકેશન
ઇન્દોર સુપર લીગમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની અંડર-13 ફૂટબોલ ટીમ ચેમ્પિયન
ફાઇનલમાં ભોપાલને 3-0થી હરાવી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો, ખેલાડીઓએ શાનદાર ટીમવર્ક અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું

સુરત : ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરતની અંડર-13 બોયઝ ફૂટબોલ ટીમે ઇન્દોર સુપર લીગ – ઑલ ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. ફાઇનલ મુકાબલામાં સુરતની ટીમે ભોપાલની ટીમને 3-0થી હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો.
ટુર્નામેન્ટ દરમિયાન ટીમના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય, શિસ્ત, ટીમવર્ક અને અડગ નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં પણ ખેલાડીઓએ શરૂઆતથી જ આક્રમક રમત રમીને પ્રતિસ્પર્ધી ટીમ પર દબાણ જાળવી રાખ્યું હતું અને ત્રણ ગોલની સરસાઈ સાથે જીત નોંધાવી હતી.
આ સિદ્ધિ ખેલાડીઓની સતત મહેનત, સમર્પણ અને ફૂટબોલ પ્રત્યેના જુસ્સાનું પરિણામ છે. અંડર-13 ટીમની આ સફળતાથી શાળા અને સુરતનું ગૌરવ વધ્યું છે.



