બિઝનેસ

ભારતના ઈશાન ખુણાને ASEAN નું પ્રવેશદ્વાર બનાવવાની નેમથી અદાણીનો ઉત્તરપૂર્વમાં રોકાણ પ્રતિ ઝોક

હિન્દી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં પ્રણવ અદાણીએ ગૃપની બ્લ્યુ પ્રિન્ટ જાહેર કરી

અમદાવાદ, ૧૩ ડિસેમ્બર ૨૦૨૫: વિકાસથી વંચિત રહેલા ભારતના ઇશાન ખુણાને ભારતના ASEANનું પ્રવેશદ્વાર બનાવવાની નેમથી અદાણી સમૂહનો દેશના ઉત્તર-પૂર્વમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં રોકાણ કરવા તરફ ઝૂકાવ રહ્યો છે. ભારતમાં અદાણી સમૂહ બંદરો, ઉડ્ડયન,વીજ ટ્રાન્સમિશન, વીજ વિતરણ, લોજિસ્ટિક્સ અને હરીત ઉર્જા જેવા પ્રકલ્પોનું વિસ્તરણ કરી રહ્યો છે.

એક રાષ્ટ્રીય હિન્દી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં દેશને ઉત્તમ આંતરમાળખાકીય સુવિધા સાથે આગળ લઇ જવા માટેની અદાણી ઉદ્યોગ સમૂહની બ્લ્યુ પ્રિન્ટ જાહેર કરતા અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ ભારતના ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર સંબંધી ભવિષ્યના ભારત વિષે પોતાના વિચારો વ્યક્ત કરતા ભારતના GDPનો દર ચડતા ક્રમે વધશે તે માટે પોતે આશાવાદી છે અને આર્થિક વિકાસ દરમાં આપણે ઉંચી છલાંગ સાથે મહત્વપૂર્ણ વધારો થવાનો વધુમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

​ ભારત જે રીતે ઔદ્યોગિક દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે તે જોતા ભારતનો GDP $5 ટ્રિલિયન સુધી પહોંચવાની અને આગામી દાયકામાં તે બમણો થઈને $10 ટ્રિલિયન થવાની સંભાવના પણ પ્રણવ અદાણીએ વ્યક્ત કરી હતી.
કોઇપણ દેશના વિકાસની કરોડરજ્જુએ માળખાકીય સુવિધાઓનો વિકાસ છે તેમ દર્શાવતા અદાણી સમૂહની આગામી પહેલો માટેની અદાણી સમૂહની પ્રણવ અદાણીએ બ્લુપ્રિન્ટ રજૂ કરતા કહ્યું હતું કે આ બ્લ્યુ પ્રિન્ટમાં અદાણી સમૂહની પોર્ટફોલિયો કંપનીઓ ભારતના વિકાસના નકશાની રૂપરેખા દર્શાવે છે. અદાણી સંચાલિત ૧૪ બંદરો ભારતના કુલ કાર્ગોના ચોથા ભાગના હિસ્સાનું પરિવહન કરે છે. ઉપરાંત દેશના સૌથી વ્યસ્ત આઠ એરપોર્ટ્સનું સંચાલન કરે છે. સમગ્ર દેશ માટે એક મહત્વનો પ્રકલ્પ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ ૨૫ ડિસેમ્બરથી કાર્યરત થવાની વાત પણ કરી હતી.

અદાણી જૂથ ભારતના નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનના પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યું છે અને ૫૦થી વધુ ગીગાવોટની પાઇપલાઇન ધરાવે એવી માહિતી આપતા પ્રણવ અદાણીએ કહ્યું હતું કે માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવા માટે ૨૦ થી ૪૦ વર્ષના લાંબા ગાળાના સમર્પણની જરૂર પડે છે”. તેમણે બહુલક્ષી ધારાવી પુનઃવિકાસ પ્રકલ્પ વિષે કહ્યું કે વિશ્વના સૌથી મોટા શહેરી નવીનીકરણ પ્રયાસોમાંના એક ધારાવી પ્રકલ્પમાં નિવાસ-કેન્દ્રિત પુનર્વસન માટે પારદર્શક નીતિ રીતિથી અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે સ્કેલ, આત્મવિશ્વાસ અને અમલીકરણને ભારતની સફળતાના આધારસ્તંભો ગણાવતા ઉમેર્યું હતું કે અદાણી સમૂહની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ અદાણીની કંપનીઓ દ્વારા સંચાલન થતી વિશ્વ-સ્તરીય માળખાગત સંપત્તિઓનું સંચાલન, રોકાણ-ગ્રેડ ક્રેડિટ રેટિંગની જાળવણી અને વૈશ્વિક ભાગીદારોને આકર્ષે તેવા અભિગમમાં જોવા મળે છે.

વ્યૂહાત્મક માળખાગત વિસ્તરણ, રોકાણો અને રાષ્ટ્રના વિકાસ પર અવિરત ધ્યાન કેન્દ્રિત કરતા ભારત માટેનું વિઝન સમૃદ્ધિના નવા યુગનો સંકેત આપે છે એમ પ્રણવ અદાણીએ ઉમેરી કહ્યું હતું કે જેમ જેમ દેશ મલ્ટી-ટ્રિલિયન-ડોલરનું અર્થતંત્ર બનવાની તૈયારી કરી રહ્યો છે તેની સાથે અદાણી સમૂહ તેમાં મોખરાની ભૂમિકા અદા કરવા સજ્જ થઇ રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button