ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ એઆઈ દ્વારા ચેટબોટ વિકસાવ્યું
કોડિંગ સ્કિલને એડવાન્સ બનાવવા વિદ્યાર્થીઓને મળ્યું મજબૂત પ્રોત્સાહન

આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજીના ક્ષેત્રે થઈ રહેલા ઝડપી પરિવર્તનોને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલોપમેન્ટ વધારવાનું મહત્વ સતત વધી રહ્યું છે. આ જ હેતુથી સુરતની પ્રતિષ્ઠિત ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એઆઈ અને કોડિંગ જેવા આધુનિક ક્ષેત્રોમાં પ્રેરણા અને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
સ્કૂલના ધોરણ ૮ના વિદ્યાર્થીઓએ પાયથોન આધારિત કોડિંગમાં પોતાની કુશળતા દર્શાવતા એક અસરકારક અને પ્રાયોગિક ચેટબોટ વિકસાવ્યો છે. પાયથોન પ્રોગ્રામિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એકત્રિત કરીને તેઓએ આ ચેટબોટને વધુ એડવાન્સ બનાવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ સ્કૂલની આધુનિક અને સુસજ્જ કમ્પ્યુટર લેબમાં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.
ચેટબોટ વિકાસની પ્રક્રિયાએ વિદ્યાર્થીઓમાં પ્રોબ્લેમ સોલ્વિંગ, લોજિકલ થિંકિંગ, ટીમ વર્ક અને ક્રિયેટીવિટી જેવા મહત્વપૂર્ણ સ્કિલ્સને વધુ મજબૂત બનાવ્યા. શિક્ષકો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અને પ્રાયોગિક અભિગમથી વિદ્યાર્થીઓએ ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ આત્મવિશ્વાસ મેળવ્યો છે.
“ભવિષ્યની ટેકનોલોજીને આકાર આપવા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું કાર્ય સતત ચલાવવામાં આવી રહ્યું છે,” — કે. મેક્સવેલ મનોહર, ડાયરેક્ટર અને પ્રિન્સિપાલ, ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ
સ્કૂલની અદ્યતન સુવિધાઓ અને પ્રતિભાશાળી ટિચિંગ સ્ટાફ દરેક વિદ્યાર્થી પર પર્સનલ ધ્યાન આપી તેઓને ટેકનોલોજી, સોશિયલ સ્કિલ્સ અને મેન્ટલ ડેવલોપમેન્ટ જેવા પાસાંઓમાં ઉત્તમ પ્રદર્શન કરી શકે તે માટે સતત માર્ગદર્શન આપે છે.
શૈક્ષણિક ક્ષેત્રથી લઈને પ્રવૃત્તિઓના દરેક પાસાંઓમાં વિદ્યાર્થી એક પગલું આગળ રહી શકે, ભારવિનાના ભણતર સાથે પોતાની ક્ષમતાઓ વિકસાવી શકે—તે જ દિશામાં સ્કૂલ દૃઢ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે.



