એલ પી સવાણી એકેડમીમાં “સ્પોર્ટ્સ ઓડિસી”નું ભવ્ય ઉદ્ઘાટન, પાંડાનું અનાવરણ આકર્ષણનું કેન્દ્ર
જશ્ન-એ-સર્જન – દિવસ 1 પ્રાથમિક પૂર્વ વર્ગોના સર્જનાત્મક ઉત્સવનું ભવ્ય પ્રારંભ

સુરત: એલ પી સવાણી એકેડમીમાં જશ્ન-એ-સર્જનના પ્રથમ દિવસનો આરંભ “સ્પોર્ટ્સ ઓડિસી”ના ભવ્ય ઉદ્ઘાટન સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં થયો. ડી વિલા ગ્રાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ સુંદર અને રંગીન ટેબ્લો રજૂ કરીને સર્જનાત્મકતા, ટીમ વર્ક અને સાંસ્કૃતિક વૈવિધ્યની અનોખી ઝાંખી પેશ કરી.

કાર્યક્રમના મુખ્ય અતિથી પિયુષ સક્સેના, સહાયક કમિશનર (આદિજાતિ વિભાગ)એ બધા મહેમાનોની ઉપસ્થિતિમાં બલૂન છોડીને કાર્યક્રમનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું. સાથે જ ઈવેન્ટના મેસ્કોટ “પાંડા”નું પણ અનાવરણ કરવામાં આવ્યું, જે બાળકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું. પ્રિન્સિપાલ ડૉ. મૌતોશી શર્માએ વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરતી પ્રેરણાદાયક વાણી દ્વારા સમગ્ર કાર્યક્રમમાં નવી ઊર્જાનો સંચાર કર્યો. જશ્ન-એ-સર્જનનો પહેલો દિવસ નાનકડા બાળકોની રમતગમત પ્રતિભા, સર્જનાત્મક રજૂઆત અને સહકારની ભાવનાનો ઉત્સવ બનીને પૂર્ણ થયો.



