એજ્યુકેશન
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ SGFI NATIONAL વોલીબોલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

સુરતના જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી ગૌતમ દેસાઈ (ધોરણ-10, વર્ષ 2025-26) 69th SGFI NATIONAL વોલીબોલ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
ગૌતમ દેસાઈ એ સતત મહેનત, શિસ્ત અને રમતપ્રત્યેની નિષ્ઠાથી શાળાનું નામ ગૌરવપૂર્ણ રીતે રોશન કર્યું છે.
વિદ્યાર્થી એ 13 થી 17 તારીખ ના રોજ મધ્યપ્રદેશ ના નરસિંગપુર ખાતે ગુજરાત રાજ્ય નુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ .
આ પ્રસંગે શાળાના વાઇસ પ્રેસિડન્ટ જીગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર આશિષ વાઘાણી, પ્રિન્સિપલ ડૉ. વિરલ નાણાવટીએ, વોલીબોલ કોચ સિધ્ધાર્થ મરાઠે તથા સ્પોર્ટ ઇન્ચાર્જ જયેશભાઈ ચૌધરી દ્વારા ગૌતમ દેસાઈ ને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.



