ધ રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અડાજણ દ્વારા અદાણી પોર્ટ ખાતે “INS સુરતની મુલાકાત
“INS SURAT” ના નેવી ઓફીસર દ્વારા INS સુરતની યુદ્ધ ક્ષમતા અને તેની વિશિષ્ટ તાકાતનો પરિચય કરાવ્યો

સુરત અદાણી પોર્ટ ખાતે આવેલ સુરતની શાન “INS SURAT”ની આજ શુક્રવારના રોજ મુલાકાત શાળાના મેનેજમેન્ટ મેમ્બર જીગ્નેશભાઈ માંગુકિયા, કિશનભાઈ માંગુકિયા, ઈશ્વરભાઈ માંગુકિયા, ગિરધરભાઈ માંગુકિયા તેમજ શાળાના આચાર્ય અને શાળાની શાન એવા આન ટીમના વોલેન્ટર તેમજ વિદ્યાર્થી ધ્વારા મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન ““INS SURAT” ના નેવી ઓફીસર દ્વારા INS સુરતની યુદ્ધ ક્ષમતા અને તેની વિશિષ્ટ તાકાતનો પરિચય કરાવ્યો હતો
આ પરિચય દરમિયાન જાણવા મળ્યું કે તેને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે જેમ કે વધેલી વહન ક્ષમતા, લાંબા સમય સુધી દરિયામાં ટકી રહેવાની ક્ષમતા અને સ્ટીલ્થ જેવી ઉચ્ચ વિશેષતા સજ્જ છે. INS સુરત ભારતીય નૌકાદળના સૌથી આધુનિક યુદ્ધ જહાજો છે, જે દેશને હવાઈ સંરક્ષણ પ્રદાન કરવામાં સક્ષમ છે. યુદ્ધ જહાજ સરહદથી થોડાક કિલોમીટર દૂર હવામાં દુશ્મન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને નષ્ટ કરી શકશે.

મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત નિર્મિત આ યુદ્ધજહાજો ભારતની સ્વદેશી ક્ષમતાનું પ્રતીક છે આ પ્રસંગે ધ રેડીયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગણ,આચાર્ય અને વિદ્યાર્થી માટે ગર્વની ક્ષણ બની રહી, કારણ કે ભારતીય નૌકાદળમાં તેમના શહેરના નામે એક શક્તિશાળી યુદ્ધજહાજ સામેલ થયું છે. અને આજ રોજ તેનું પ્રત્યક્ષ રીતે નિહારી રહ્યા હતા તેમજ નૌકાદળની વધતી તાકાત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પનું પ્રતીક અનુભવી રહ્યા હતા.
સાથે સાથે વિદ્યાર્થીઓને તેની વિશિષ્ટ ટેકનોલોજી અને ડીફેન્સ સીસ્ટમનું માર્ગદર્શન આપી સમુદ્રમાં રહી ભારતની સરહદીય સીમાનું રક્ષણ રાત દિવસ કેવી રીતે કરે છે તેની માહિતી આપી હતી.અને અંતે તમામ શિક્ષક ગણ અને વિદ્યાર્થી ગણ માટે “અલ્પાહાર”ની સુવિધા હતી
અંતમાં “INS SURAT”ને દેશનું રાષ્ટ્રીય ગાન અને સલામી આપી હતી અને વિદ્યાર્થીમાં એક દેશ માટેનો દાજ અને રાષ્ટ્રીય ભાવના આંખોમાં જોવા મળી હતી.



