ધર્મ દર્શન
રોમે રોમે પરમ સ્પર્શ નગરી (પાલ)માં ૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષા ઉત્સવનો પ્રારંભ થયો

સુરત : રોમે રોમે પરમ સ્પર્શ નગરી (પાલ)માં ૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષા ઉત્સવનો પ્રારંભ થયો ચાર-ચાર મહિનાની સ્થિરતા બાદ ચાતુર્માસ પરિવર્તનની કાર્તિકી પૂનમે રોમે રોમે પરમ સ્પર્શ નગરી (પાલ)માં ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત તથા આચાર્ય મુનિચંદ્રસૂરિજી ભગવંતની શીતળ છાયામાં ૧૩ મુમુક્ષુઓએ ભક્તિભાવોના થનગનાટથી વારાહીમંડન શ્રી શાંતિનાથ દાદા અને ભક્તિયોગાચાર્ય પૂજ્ય યશોવિજયસૂરિજી ભગવંતની શીતળ છાયામાં શાંતિધારા અભિષેક, વૈરાગ્ય વેશ વધામણા, બહુમાન સમારંભ આદિ પ્રસંગને જોવા હજારો ભક્તોનું પૂર ઉમટી પડ્યું હતું.

ગુરુવારે સવારે પાલના વિવિધ રાજમાર્ગો ઉપર ત્યાગના પ્રતિક સમાન વર્ષીદાન યાત્રામાં નીકળશે અને વિદાય સમારંભ યોજાશે સાથે વૈરાગ્યના રંગે ભાવક ભક્તો રંગાશે.



