ગણતંત્ર દિવસ પર સહયોગ ફિઝિયોથેરાપી સેન્ટરે ડુમસ બીચ પરથી આપ્યો ફીટ ઇન્ડિયાનો સંદેશ
સવારે 100 થી વધુ મહિલાઓએ યોગા, એરોબિક્સ, ઝુંબા જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો
સુરત. દેશ જ્યારે સ્વતંત્રતાની 75મી વર્ષ ગાંઠને આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યું છે. ત્યારે આજ રોજ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના અવસરે સહયોગ ફિટનેસ સેન્ટર દ્વારા ફીટ ઇન્ડિયા થીમ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.
મહિલાઓ દ્વારા ડુમસ બીચ પર એક સાથે યોગ, એરોબિક્સ અને ઝૂંબા જેવી પ્રવૃત્તિઓ કરીને ફીટ ઇન્ડિયાનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે આયોજક એવા સહયોગ ફિઝિયોથેરાપી સેન્ટરના સંચાલક આફ્રિન જાસાનીએ જણાવ્યું હતું કે જો મહિલાઓ ફિટ હશે તો પરિવાર ફિટ બનશે,જો પરિવાર ફિટ રહેશે તો દેશ ફિટ રહેશે.
વધુ મા તેમણે જણાવ્યું હતું કે સહયોગ ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા સમયાંતરે આ પ્રકારની સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવતી રહે છે. આ પહેલા વરાછામાં મહિલાઓ માટે મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 7500 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત મહિલાઓ માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ, અને સ્કૂલ કોલેજોમાં સેમીનારનું આયોજન કરવામાં આવે છે.