સુરત

સુરતમાં એસજીએલનું નવું એક્સપિરિયન્સ સેન્ટર લોન્ચ

ડાયમંડ અને જ્વેલરી સર્ટિફિકેશનમાં પારદર્શિતા, આધુનિક ટેકનોલોજી સાથે વૈશ્વિક સ્તરની સેવા

સુરત। વૈશ્વિક સ્તરે જાણીતી ઇન્ટરનેશનલ ડાયમંડ જ્વેલરી સર્ટિફિકેશન લેબોરેટરી એસજીએલ (સોલિટાયર જેમોલોજિકલ લેબ્સ) એ 27 સપ્ટેમ્બર, 2025ના રોજ સુરતમાં તેનું નવું એક્સપિરિયન્સ સેન્ટર શરૂ કર્યું.

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં આ પહેલ ગ્રાહકોને પારદર્શિતા સાથે સર્ટિફિકેશનની પ્રોસેસ લાઈવ જોવા મળશે.
એસજીએલ ના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર ચિરાગ સોની જણાવ્યું કે, “નેચરલ અને લેબ-ગ્રોન ડાયમંડને આંખથી જુદું કરવું શક્ય નથી. ટેકનોલોજી જ તેનું તફાવત બતાવી શકે છે, અને એ જ અમારું મુખ્ય કાર્ય છે. સુરતના એક્સપિરિયન્સ સેન્ટરમાં ગ્રાહકો જાતે લેબમાં જઈને પ્રોસેસિંગ સાધનો જોઈ શકે છે, જે પારદર્શિતાનું અનોખું ઉદાહરણ છે.”

એસજીએલ ના કો-ફાઉન્ડર શીરીન બંદૂકવાલાએ યાદ અપાવ્યું કે 2007માં ચિરાગ સોની સાથે મળીને આ લેબની શરૂઆત કરી હતી. “તે સમયે વિદેશીઓ આ ક્ષેત્રમાં અગ્રણી હતા, પરંતુ અમે નક્કી કર્યું કે પારદર્શિતા અને વિશ્વસનીયતા સાથે ભારતીયો પણ વૈશ્વિક સ્તરે લેબ ચલાવી શકે. આજે ભારતના 20 શહેરો ઉપરાંત દુબઈ,લંડન,ન્યૂયોર્ક ,બાંગ્લાદેશ, નેપાળ અને બેન્કોકમાં અમારી લેબ સફળતાપૂર્વક ચાલી રહી છે,” એમ તેમણે જણાવ્યું.

સેનકો કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુવાંકર સેનએ ઉમેર્યું કે ભારતમાં હાલ એસજીએલ ના ૨૦ સેન્ટર કાર્યરત છે. “અમે ડાયમંડ અને જ્વેલરીના સર્ટિફિકેશનમાં ચોકસાઈને પ્રાથમિકતા આપીએ છીએ, જેના કારણે ગ્રાહકોનો વિશ્વાસ સતત જળવાઈ રહ્યો છે,” એમ તેમણે જણાવ્યું.

સુરત એક્સપિરિયન્સ સેન્ટરને ફાઇવ-સ્ટાર સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અહીં આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને અનુભવી રત્નવિદો દ્વારા સર્ટિફિકેશન થાય છે. ગ્રાહકો માટે આ પહેલ એક શૈક્ષણિક અને વિશ્વસનીય અનુભવ છે, જ્યાં તેઓ પોતાના દાગીના અને ડાયમંડના ઓથેન્ટિકેશનને સ્વયં જોઈ શકે છે.

એસજીએલ એ અત્યાર સુધી દુબઈ,મુંબઈ, જયપુર અને દિલ્હીમાં એક્સપિરિયન્સ સેન્ટર સફળતાપૂર્વક સ્થાપ્યાં છે. હવે સુરત બાદ હૈદરાબાદમાં પણ આ વર્ષ ના અંત સુધીમાં નવું સેન્ટર શરૂ કરવાની યોજના છે.

સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે આ એક્સપિરિયન્સ સેન્ટર એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહ્યું છે, જે વૈશ્વિક સ્તરે પારદર્શિતા અને વિશ્વસનીયતાની નવી ઊંચાઈ સ્થાપિત કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button