ક્રોમાનો ડેટા એપલ માટેની દ્રઢ વફાદારીને દર્શાવે છે, કેમ કે 5માંથી 1 આઇફોન ખરીદનાર નવા મોડેલ માટે એક્સચેન્જ કરે છે

સુરત: ટાટા ગ્રુપના ભારતની અગ્રણી ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમા, દેશનાં લોકો તેની પાસેથી આઇફોનને કેવી રીતે ખરીદે છે તે અંગેની આંતરિક માહિતીને જાહેરમાં રજૂ કરે છે. આ અભ્યાસમાં સપ્ટેમ્બર 2024 અને ઓગસ્ટ 2025 વચ્ચેના એક વર્ષ દરમિયાન વેચાયેલા આઇફોનનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી જાણવા મળે કે કયા સ્ટોરેજ અને રંગ વેચાણમાં સૌથી આગળ છે, માગ ક્યાં કેન્દ્રિત છે અને દેશભરના ગ્રાહકો તેમના ફોનને કેવી રીતે અપગ્રેડ અને સુરક્ષિત રાખે છે.
ક્રોમા-ઇન્ફિનિટી રિટેઈલ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ ડેટા આઇફોન ખરીદનાર ભારતીયની સમજદાર અને વ્યવહારુ પસંદગી તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. તેઓ બરાબર જાણે છે કે તેમને શું જોઈએ છે, આ ફક્ત ફોનની ખરીદી વિશે નથી પણ વિશ્વસનીય ઇકોસિસ્ટમમાં રોકાણ કરવા વિશે છે.
ભૌગોલિક રીતે, મહારાષ્ટ્ર આ સમયગાળા દરમિયાન વેચાણના 25%થી વધુ હિસ્સા સાથે ક્રોમા માટે સૌથી મોટા આઇફોન બજાર તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત 11% સાથે બીજા ક્રમે હતું અને દિલ્હી 10% સાથે ત્રીજા ક્રમે છે.નોન-પ્રો આઇફોન્સ કુલ વેચાણના 86%થી વધુ હિસ્સો ધરાવે છે, જ્યારે પ્રો મોડેલ્સનો હિસ્સો 14% છે, આ તફાવત મુખ્ય પ્રવાહના ઉપકરણોની વોલ્યુમના ચાલકો તરીકેની તાકાતને દર્શાવે છે. સ્ક્રીનના કદમાં પણ આ જ પેટર્ન જોવા મળી છે, આઈફોન 16, આઈફોન 16 પ્રો અને આઈફોન 16e જેવા સ્ટાન્ડર્ડ-સાઈઝના મોડેલ્સનો વેચાણમાં 87% હિસ્સો રહ્યો છે, જ્યારે આઈફોન 16 પ્લસ અને આઈફોન 16 પ્રો મેક્સ જેવા મોટી સ્ક્રીનના ફોનનું વેચાણ 12.5%થી વધુ છે, જે નાની સાઈઝ તરફનો વધુ ઝોક દર્શાવે છે.
આઈફોન ખરીદનારાઓમાં રંગની પસંદગીમાં કાળો રંગ સૌથી લોકપ્રિય પસંદગી તરીકે ઉભરી આવ્યો છે, જે આઈફોનની કુલ ખરીદીમાં 26.2% હિસ્સો ધરાવે છે, ત્યારબાદ 23.8% હિસ્સા સાથે બ્લૂ રંગ છે. 20.2% આઈફોનના વેચાણ સાથે સફેદ રંગ પણ એક મજબૂત દાવેદાર રહ્યો છે. આ વર્ષ દરમિયાન, 20.5% લોકોએ તેમના જૂના આઇફોનને નવા મોડેલ માટે એક્સચેંજ કરાવ્યા છે, જે મજબૂત અપગ્રેડ કલ્ચરને દર્શાવે છે. સ્ટોરેજની શ્રેણીઓમાં, 128GB વેરિઅન્ટ આઈફોનની ખરીદીમાં લગભગ 75% હિસ્સો છે, ત્યારબાદ 256GBનો હિસ્સો 24.4% છે.