ભારતમાં ખેલકુદની શ્રેષ્ઠતાને પુર્ન વ્યાખ્યાયિત કરવા અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલનો આંતરરાષ્ટ્રીય શાળાઓના રમતગમત સંગઠ્ઠન (ISSO) સાથે સહયોગ

અમદાવાદ, ૧૫ ઓગષ્ટ ૨૦૨૫: ભારતની આંતરરાષ્ટ્રીય શાળાકીય રમતોની હિલચાલને નોંધપાત્ર વેગ આપવાના હેતુથી આંતરરાષ્ટ્રીય શાળાઓના રમતગમત સંગઠન (આઇએસએસઓ) સાથે વૈશ્વિક સ્તરે જોડાયેલી શાળાઓ માટેના દેશના રમતગમત શિક્ષણના માળખાને વધારવા માટે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે સહયોગ કરી રહી છે. આઇએસએસઓના સલાહકાર બોર્ડમાં જોડાયેેલા અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રયોજક શ્રીમતી નમ્રતા અદાણીએ તેની દ્રષ્ટિ અને લાંબા ગાળાના લક્ષ્યોને સક્રિયપણે આકાર આપવા પહેલ કરી છે.
આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમની શાળાઓ માટે એક માત્ર સમર્પિત ખેલકૂદ સંગઠ્ઠન આઇએસએસઓની સ્થાપના 2017 માં થઇ હતી જે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કેમ્બ્રિજના આંતરરાષ્ટ્રીય બેકલેકરેટ (આઇબી), યુએસ સ્થિત ઇડેક્સેલ, નેશનલ સ્કૂલ બોર્ડ્સ એસોસિએશન (એનએસબીએ), વગેરે જેવા પ્રતિષ્ઠિત બોર્ડ સાથે જોડાયેલી છે.
૨૨ જેટલી વિવિધ રમતો અને વાર્ષિક 300 થી વધુ રમત ગમત ટુર્નામેન્ટના આયોજન કરતા અને વાર્ષિક ૪૩૦થી વધુ શાળાઓના આંતર રાષ્ટ્રીય રમત ગમત સંગઠ્ઠને ૨૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના રમતગમતના કૌશલ્યને ઉજાગર કર્યું છે તેના પરિણામે શાળાકીય કક્ષાની રમતોની શ્રેષ્ઠતાને ગોલ્ડ સ્ટાન્ડર્ડ બનાવી છે.
વિદ્યાર્થીઓના સાકલ્યવાદી વિકાસને વરેલી પ્રગતિશીલ અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખેલકૂદના માળખાને નવો ઓપ આપી તેમાં એથ્લેટિક્સના પ્રશિક્ષણને વધારવા અને વૈશ્વિક રમતોત્સવોમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ISSO ને આ સહયોગ દ્વારા ટેકો આપશે.પ્રતિભાશાળી વિદ્યાર્થી એથલેટ્સના ઘડતરના મિશન સાથે કાર્યરત આ સંગઠ્ઠનના મિશનમાં પૂરક બનવા સાથે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ શારીરિક શિક્ષણ સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતાને એકીકૃત કરવા પર ભાર આપે છે.
આઇએસએસઓના ડિરેક્ટર આકાંક્ષા થાપકે આ પ્રસંગે જણાવ્યું હતું કે રમતગમત દ્વારા યુવા સશક્તિકરણ માટેની અમારી સમદ્રષ્ટિના એક ભાગ રૂપે શ્રીમતી નમ્રતા અદાણી અને અદાણી સમૂહને આવકારવાતા અમોને આનંદ થાય છે. તેમણે કહ્યું કે વર્ષોથી તળથી લઇને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી આંતરરાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીઓનું સ્પર્ધાત્મક રમતગમત દ્વારા ઘડતર કરવા રમતગમત સંગઠ્ઠને એક રચનાત્મક કેડી કંડારી છે. શ્રીમતી અદાણીના વડપણ અને આધુનિક વિચારસરણી સાથે આ સહયોગ અમે નિર્માણ કરેલી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા સજ્જ છે. અમે સાથે મળીને રમતગમતના વિકાસની વિપુલ શક્યતાઓને ખુલ્લી મૂકવા અને આંતરરાષ્ટ્રીય શાળાઓમાં હજારો યુવાન રમતવીરોને પ્રેરણા આપવાની પ્રતિક્ષા કરી રહ્યા છીએ.
અદાણી સમૂહના નમ્રતા અદાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ભારતના શૈક્ષણિક અને રમતગમતના લેન્ડસ્કેપમાં સમાન વલણ ધરાવીએ છીએ. આ સહયોગ દ્વારા અમારું લક્ષ્ય વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અને રમતગમત ક્ષેત્ર બંનેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની શક્તિ પ્રદાન કરવા એક સમાવેશી, ભાવિ-તૈયાર સંસ્થાઓનું સર્જન કરવાનું છે ભારતની આંતરરાષ્ટ્રીય શાળાઓ માટે વૈશ્વિક સ્તરે બેંચમાર્કવાળી રમત સંસ્કૃતિની સ્થાપના કરવામાં આઈએસએસઓને ટેકો આપવો એ અમારે મન સન્માન છે.”
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ સ્કૂલ સ્પોર્ટ ફેડરેશન જેવી મહત્વની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓ સાથે આઇએસએસઓના જોડાણે ભારતીય વિદ્યાર્થીઓને ઉચ્ચતમ સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ અને સમર્થ બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય બોર્ડ સ્કૂલ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન મારફત તેની વિશિષ્ટ પાંખ દ્વારા આઇએસએસઓએ એસજીએફઆઈ રાષ્ટ્રીય, ખેલો ઇન્ડિયા ગેમ્સ, સુબ્રતો કપ અને આઇએસએફ વર્લ્ડ ચેમ્પિયનશીપ જેવા પ્રતિષ્ઠિત રમતોત્સવોમાં ભાગ લેવા માટે હજારો વિદ્યાર્થીઓની પ્રગતિ કરવામાં મદદ કરી છે.
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ-ISSO વચ્ચે આ સહયોગ માળખાગત, પારદર્શક અને વ્યવસાયિક રીતે સંચાલિત સ્પર્ધાઓ પર નવું લક્ષ્ય કેન્દ્રિત કરશે. જે મજબૂત વિદ્યાર્થી-એથ્લેટ પ્રોફાઇલિંગ દ્વારા વૈશ્વિક યુનિવર્સિટીમાં પ્રવેશને પણ સહાય કરી શકશે.
આ સહયોગ ISSO માટે વૃદ્ધિના આગલા તબક્કાને વેગ આપવા માટે સજ્જ છે. આંતરરાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીઓની પેઢીને વિદ્વાનો અને રમતગમત બંનેમાં શ્રેષ્ઠ બનાવવા અને સીમાઓથી આગળ સ્વપ્ન જોવા માટે સક્ષમ કરશે.