ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેંટ અંતર્ગત ધ રેડિયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ માં મોકડ્રીલ યોજાઈ

સુરતઃ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિધાર્થીઑ આગ લાગવા જેવા આકસ્મિક સંજોગોમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી? તેમજ અગ્નિ શામક સાધનો કઈ રીતે ઉપયોગમાં લેવા તે બાબતે તા 06/08/2025 ના રોજ શાળાના આચાર્યશ્રી,કેમ્પસ ડિરેકટર અને ટ્રસ્ટીગણ દ્વારા ધોરણ 1 થી 12 ના તમામ વિધાર્થીઓ અને સ્ટાફ માટે આકસ્મિક ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અડાજણ અને જહાંગીરાબાદ ફાયર સ્ટેશનના હેડ ધોબી ની સાથે સાથે પોલીસ, જીઈબી, ગુજરાત ગેસ અને મેડિકલ ટીમ પણ હજાર રહી હતી. તેમણે તેમના કાર્યને અનુરૂપ બચાવ કામગીરીની મોકડ્રીલ કરી હતી. જેમાં શાળાના વિધાર્થી અને સ્ટાફ મળી 3500 લોકો 8:36 મિનિટ માં આખું કેમ્પસ ખાલી કરી ને રેસક્યું કામગીરી કરવા માં આવી હતી અને અંતમાં ફાયરના સાધનોની પ્રેક્ટિકલ માહિતી આપી વિધાર્થી, શિક્ષકો અને શાળા પરિવારને માહિતગાર કર્યા હતા.
શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયાએ આવી સાહસિક પ્રવૃતિ વિધાર્થીમાં ઉતરે એવા ઉદેશથી આ મોકડ્રીલ શાળાના કેમ્પસ ડારેકટર અને આચાર્ય સાથે ચર્ચા કર્યા બાદ આકસ્મિક રીતે યોજી હતી. જેની કોઈ વિધાર્થીને કે શિક્ષકને જાણ ન હતી. અને તેમાં સફળતા મળી હતી.
શાળાની આ પ્રવૃતિથી તમામ વાલીગણ ખુબજ ખુશ થયા અને શાળાના આ કાર્યને પ્રશંસનીય ગણાવ્યું.