અલુણા મહોત્સવમાં ટી એમ પટેલ સ્કૂલની વિદ્યાર્થિનીઓની કમાલ

સુરત: શહેરમાં અલુણા અને જયા પાર્વતી વ્રત ખૂબ રંગેચંગે ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે જેને લઈ શહેરનું વહીવટી તંત્ર પણ ખૂબ મહેનત કરે છે. આ વર્ષે શહેરની સ્કૂલોમાં પણ અલુણા અને જયા પાર્વતી વ્રતનો અનોખી ઉજવણી કરવામાં આવી છે જેમાં ટી એમ પટેલ ઇન્ટનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ એ પણ કમાલ કરીને ટ્રોફી મેળવી છે.
સુરતની ખ્યાતનામ ટી એમ પટેલ સ્કૂલની દ્વારા દરેક તહેવાર અને દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં જાણીતી છે. આ વખતે અલુણા વ્રત અને જયા પાર્વતી વ્રત માટે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે ખાસ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી. એક ખાનગી નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટી એમ પટેલ ઇન્ટનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ પણ ભાગ લીધો હતો અને પોતાના ઉત્કૃષ્ટ નૃત્ય થકી સૌ કોઈના મન મોહી લીધા અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
સ્કૂલની વિદ્યાર્થીનીઓ મહારાષ્ટ્રના લલ્લતી ભંડાર લોકનૃત્ય પર પરફોર્મન્સ કરીને સૌ કોઈને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. ત્રીજું સ્થાન મળતા તેમને વાઇરલ ઈનફ્લુએન્સર રજૂ કલાકાર ના હસ્તે ટ્રોફી એનાયત કરાઇ હતી.