ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલનો રોલ બોલ અને યોગાસન ચેમ્પિયનશિપમાં વિજય

સુરતની જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્ય રોલ બૉલ ચેમ્પિયનશિપ 2025-26 અને યોગાસન ચેમ્પિયનશિપમાં ઉત્તમ પ્રદર્શન કરી વિજય સાથે શાળાનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.
રોલ બોલ ચેમ્પિયનશિપ
ગુજરાત પબ્લિક સ્કૂલ, વડોદરા ખાતે આયોજિત ગુજરાત રાજ્ય રોલ બોલ ચેમ્પિયનશિપ 2025-26માં શાળાના વિદ્યાર્થીઓએ નીચે મુજબનું પ્રદર્શન કર્યું
– અંડર-14 ગર્લ્સ કેટેગરી: ગોલ્ડ મેડલ
– અંડર-14 બોય્ઝ કેટેગરી: સિલ્વર મેડલ
– અંડર-11 બોય્ઝ કેટેગરી: બ્રોન્ઝ મેડલ
યોગાસન ચેમ્પિયનશિપ
શાળાની વિદ્યાર્થી નાઓમી અચમ્માએ 22મી જિલ્લા યોગાસન ચેમ્પિયનશિપ 2025માં અંડર-17 ગર્લ્સ કેટેગરીમાં ઉત્તમ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
વિદ્યાર્થીઓના આ શ્રેષ્ઠ પ્રદર્શન માટે શાળાના ચેરમેન શ્રી રામજીભાઈ માંગુકિયા, વાઇસ પ્રેસિડન્ટ શ્રી જગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર શ્રી આશિષ વાઘાણી તથા શાળાના પ્રિન્સિપલ તુષાર પરમારે તમામ વિજેતા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી છે.