સુરતના લસકાણા ખાતે ૨૨મી સુરત જિલ્લા યોગાસન ચેમ્પિયનશીપ યોજાઈ
યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓથી યુવાનો જાગૃત થયા

સુરતઃ યોગ, સ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર એસોસિએશન-સુરત તથા સુરત યોગાસન સ્પોર્ટ્સ એસો.ના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મિશન, લસકાણા ખાતે ૨૨મી સુરત જિલ્લા યોગાસન ચેમ્પિયનશીપ-૨૦૨૫ યોજાઈ હતી. જેમાં વિવિધ ૧૧ વય જૂથો મુજબ સ્પર્ધાઓમાં શહેર-જિલ્લાના કુલ ૬૦૦ ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શ્રી સ્વામિનારાયણ મિશનના શ્રી વિશ્વમંગલદાસજી સ્વામી, યોગ અને એડવેન્ચર એસો.ના નૈષધ જાસોલિયા, નવનીત સેલર, મુકેશ ડોંડા, પારસ દામાણી, વિજય ઠક્કર, પરેશ ભટ્ટ, નિલેશ બેલડીયા, મિતેશ મિસ્ત્રી, મહેશ ચૌહાણ વગેરે હોદ્દેદારો-સભ્યોના પ્રયાસોથી સ્પર્ધાનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.
યુવાનો યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓથી જાગૃત થયા હતા અને સ્પોર્ટ્સ સાથે યોગને પ્રોત્સાહન મળ્યું હતું. ખાસ કરીને મેદસ્વિતા ઘટાડવા માટે યોગના ફાયદાઓ સમજાવી યુવાનોમાં નાની વયમાં થતા મેદસ્વીપણું-મોટાપાથી મુક્ત થવા યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કરાયો હતો.