સુરત
અતુલ બેકરી દ્વારા ગરીબ બાળકોને પતંગ-દોરા અને ચીકકીનું વિતરણ
કોરોનાના કારણે બાળકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
સુરત : ઉત્તરાયણ બાળકો માટે પસન્દગીનો તહેવાર છે. બાળકોને પતંગ પ્રત્યે ખાસ આકર્ષણ હોય છે. પણ ગરીબ બાળકોને બધુ નસીબ નથી હોતું તેથી અતુલ બેકરી દ્વારા જરૂરિયાતમંદ ગરીબ બાળકોને પતંગ-દોરા અને ચીકકીનું તથા માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સુરત ખાતે વાય જંકશન વિસ્તારમાં સરકારી શાળામાં ભણતા બાળકોને પતંગ, ફીરકી અને ચીકકીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાળકોના હાથમાં આ બધી વસ્તુ આવતા તેઓના ચહેરા પર નવી ચમક આવી હતી અને હર્ષથી ઝૂમી ઉઠ્યા હતા. આ ઉપરાંત બાળકોને કોરોનાના કારણે માસ્ક પહેરીને પતંગ ઉડાવવાની અપિલ પણ કરવામાં આવી હતી. અંતમાં પતંગ ઉડાવતી વખતે પણ કાળજી રાખવાના સૂચનો કરાયા હતા અને શુંભ તથા સુરક્ષિત ઉત્તરાયણ ની શુભકામનાઓ આપવામાં આવી હતી.