બિઝનેસ

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ નોઈડા તૃતીય સ્ટાર્ટઅપ સમિટ સાથે ભારતનું ટેક ભવિષ્ય પ્રજ્જવલિત કરે છે

ગુરુગ્રામ, ભારત, 7 જૂન, 2025: સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડા (એસઆરઆઈ- નોઈડ) દ્વારા ડિઝરપ્ટિવ ટેકનોલોજીઝ પ્રદર્શિત કરવા, અર્થપૂર્ણ જોડાણો સાકાર કરવા અને ઈનોવેશનના ભવિષ્ય પર વાર્તાલાપ છેડવા માટે તૈયાર કરવામાં આવેલી ગતિશીલ ઈવેન્ટ તેની તૃતીય સ્ટાર્ટઅપ સમિટનું સફળતાથી આયોજન કર્યું હતું.

આ નવીનતમ આવૃત્તિએ એઆઈ- ફર્સ્ટ સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક ટેક આગેવાનોને એકત્ર લાવીને હેલ્થકેર, લેન્ગ્વેજ મોડેલ્સ, ઓડિયો ડીપખેપ ડિટેકશન અને એક્સટેન્ડેડ રિયાલિટી (એક્સઆર) વગેરેમાં અત્યાધુનિક પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

આ સમિટ ક્રોસ- ફંકશનલ જોડાણો થકી એથિકલ એઆઈ, ડિજિટલ ટ્રસ્ટ અને ભાવિ પેઢીના ઈનોવેશન માટે તાતી જરૂર આલેખિત કરે છે. તે મજબૂત ટેકનોલોજી ભાગીદારીઓ, ક્રોસ- ઈન્ડસ્ટ્રી જોડાણો અને પ્રતિભા વૃદ્ધિનો લાભ લેતાં ભારતની ઈનોવેશન ઈકોસિસ્ટમ મજબૂત બનાવવાની સેમસંગની કટિબદ્ધતાનો દાખલો બની રહી છે.

આ વર્ષની ઈવેન્ટમાં આઠ અવ્વલ સ્ટાર્ટઅપ્સમાં એઆઈ, ઈમર્સિવ ટેકનોલોજીઝ, હેલ્થકેર અને નેચરલ લેન્ગ્વેજ પ્રોસેસિંગના ઈન્ટરસેકશનમાં કામ કરતા સર્વમ એઆઈ (Sarvam AI), જિવી એઆઈ (Jivi AI), હેલ્થધીફાયમી (HealthifyMe), વેલિડસોફ્ટ (ValidSoft), કોગો એઆઈ (KOGO AI), નિયોડોક્સ (NeoDocs), એનેબલ એક્સ (EnableX) અને મેગ્નિમસ (Magnimus)નો સમાવેશ થાય છે. આ સ્ટાર્ટઅપ્સે બ્રેકથ્રુ પ્રોડક્ટો પ્રદર્શિત કરી હતી અને સેમસંગના આરએન્ડટી સેન્ટરો, બિઝનેસ યુનિટ્સ અને સેમસંગ વેન્ચર્સ સાથે સંભવિત પાઈલટ જોડાણોની ખોજ કરી હતી. સહભાગી સ્ટાર્ટઅપ્સની તેમની ઈનોવેશન સંભાવના, સેમસંગના ધ્યેય સાથે વ્યૂહાત્મક સુમેળ અને વૈશ્વિક સ્તરે પહોંચવાની ક્ષમતાને આધારે કાળજીપૂર્વક પસંદગી કરવામાં આવી હતી.

“એસઆરઆઈ- નોઈડાએ સંશોધન અને ઈનોવેશન એજન્ડા પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે તૃતીય સ્ટાર્ટઅપ સમિટની સફલતા અર્થપૂર્ણ અપસ્કિલિંગ, સક્ષમ જોડાણ અને ડીપ ઈકોસિસ્ટમ સહભાગ થકી ભાવિ પેઢીના ટેકનોલોજી આગેવાનોને સશક્ત બનાવવાના અમારા ધ્યેયને અધોરેખિત કરે છે. આ વર્ષની આવૃત્તિ વધુ મોટી, વધુ નક્કર અને વધુ પ્રભાવ પ્રેરિત હતી, જેણે વૈશ્વિક સ્પર્ધાત્મક અને સ્થાનિક સુસંગત સમાધાન નિર્માણ કરવા ઉદ્યોજકોને અભિમુખ બનાવવા સાથે સમકાલીન પડકારોને પહોંચી વળી હતી,” એમ એસઆરઆઈ- નોઈડાના મેનેજિંગ ડાયરેક્ટર ક્યુંગયુન રૂએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button