સુરત
પાંડેસરા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઇ
૧૫૦થી વધારે ટ્રેનરો અને સાધકો દ્વારા યોગનું મહત્વ સમજાવી લોકોને યોગ અને કસરતને દૈનિક જીવનમાં સ્થાન આપવા આહ્વાન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાંડેસરા વિસ્તાર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ તેમજ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઇ હતી. જેમાં ૧૫૦થી વધારે GSYB ટ્રેનેરો અને સાધકોએ ભાગ લઈ દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ બેઠાડું જીવન, કસરતનો અભાવ અને સતત તનાવને કારણે વધી રહેલી શારીરિક અને માનસિક બીમારીઓ વિષે જાણકારી આપી લોકોને યોગ દ્વારા હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ મેળવવા સમજણ આપી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર ડૉ.પારૂલ પટેલ, ભૂતપૂર્વ કો-ઓર્ડીનેટરશ્રી સુરેશ ચૌહાણ, કોચશ્રીઓ પાંડવભાઇ,વિનોદભાઈ, ભાસ્કરભાઈ, સીતારામ ભાઈ, શિવ પ્રતાપ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.