
સુરતઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા તા.૧૬ થી ૩૦મી મે,૨૦૨૫ દરમિયાન ચાલતા ૧૫ દિવસના સમર કેમ્પમાં ૧૦૦ થી વધારે બાળકોએ ભગવત ગીતાના શ્લોકોનું પઠન, સારા સંસ્કારોનું સિંચન, સાત્વિક આહારથી મેદસ્વિતા મુક્ત બાળક, મોબાઈલનો ઓછો ઉપયોગ, યોગ દ્વારા સ્વાસ્થ્ય, પર્યાવરણ બચાવો, વૃક્ષારોપણ, પાણી બચાવો, જીવનશૈલીમાં બદલાવો, સમાજ માટે સહયોગી અને સ્વદેશી વસ્તુઓનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. આદર્શ બાળક જ ભારતને વિશ્વ ગુરુ બનાવી શકે છે તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્યરત છે.
આજરોજના સમરકેમ્પમાં ધારાસભ્ય કાંતિભાઈ બલર તથા મહિલા મોરચાના અંજનાબેન ઉત્તેકર, ડૉ. નિકિતા શર્મા, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર ડૉ પારૂલ પટેલ, યોગ કોચ નરેન્દ્ર કાર્યા,યોગ ટ્રેનર કામિનીબેન, યશાંગીબેન,હેમા મકવાણાએ હાજરી આપી હતી.