સેમસંગ દ્વારા ઓડિસ્સી ગેમિંગ મોનિટર્સ રજૂઃ ભારતમાં પ્રથમ ગ્લાસીસ- ફ્રી 3D અને 4K 240Hz OLED

ગુરુગ્રામ, ભારત, 11 એપ્રિલ, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ઓડિસ્સી ગેમિંગ મોનિટર્સની 2025ની લાઈન-અપની ઉપલબ્ધતાની ઘોષણા કરવામાં આવી છે, જેમાં ક્રાંતિકારી ગ્લાસીસ- ફ્રી ઓડિસ્સી 3D, ઉદ્યોગની પ્રથમ 4K 240Hz ઓડિસ્સી OLED G8 અને અલ્ટ્રા- ઈમર્સિવ કર્વ્ડ ઓડિસ્સી G9નો સમાવેશ થાય છે.
રોમાંચ અને દેખાવને નવી ઊંચાઈએ લઈ જવા માટે ઘડવામાં આવેલાં આ મોનિટર્સ ઉત્કૃષ્ટ વિઝ્યુઅલ ફિડેલિટીની જરૂર હોય તેવા ગેમર્સ, કન્ટેન્ટ ક્રિયેટર્સ અને પ્રોફેશનલોને પહોંચી વળે છે. નવું 27” ઓડિસ્સી 3D (G90XF મોડેલ)તેના પથદર્શક ગ્લાસીસ- ફ્રી3D ગેમિંગ અનુભવ સાથે ભારતીય બજાર માટે પરિવર્તનકારી છે.
27” અને 32”ના આકારમાં ઉપલબ્ધ ઓડિસ્સી OLED G8 (G81SF મોડેલ) દ્વારા 240Hz રિફ્રેશ રેટ સાથેના દુનિયાના પ્રથમ 4K OLED મોનિટર તરીકે ઉદ્યોગમાં નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે. ઓડિસ્સી G9 (G91F મોડેલ) 49” ડ્યુઅલ QHD અને 1000R કર્વ્ડ સ્ક્રીન સાથે બેજોડ અલ્ટ્રા- વાઈડ અનુભવ પ્રદાન કરીને ખાસ કરીને 32:9 અથવા 21:9 ગેમ્સ રમનારને ઉચ્ચ ગુણવત્તાના વિઝ્યુઅલ્સ આપે છે.
“સેમસંગમાં અમે અત્યાધુનિક ડિસ્પ્લે ટેકનોલોજીની વ્યાપ્તિ વધારવા માટે કટિબદ્ધ રહ્યા છીએ, જેથી વિશ્વ કક્ષાનું ઈનોવેશન ભારતીય ગ્રાહકોને પહોંચક્ષમ બની શકે. ઈનોવેટિવ ઓડિસ્સી 3D, ઓડિસ્સી OLED G8, અને ઓડિસ્સી G9 મોનિટર્સ રજૂ કરીને અમે ભારતમાં વૈશ્વિક પ્રથમ લાવવા સાથે ગેમર્સ રોમાંચક, સ્પીડ અને વિઝ્યુઅલ ઉત્કૃષ્ટતા બનાવવાની રીતને પણ નવી ઊંચાઈએ લઈ જઈએ છીએ,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એન્ટરપ્રાઈઝ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ પુનીત સેઠીએ જણાવ્યું હતું.
ઓડિસ્સી 3D: ભારતનું પ્રથમ ગ્લાસીસ- ફ્રી 3D ગેમિંગ મોનિટર
આધુનિક આઈ- ટ્રેકિંગ ટેકનોલોજી અને વ્યુ મેપિંગ અલ્ગોરીધમ્સની વિશિષ્ટતા સાથે તે હાઈ- ડેફિનિશન, અદભુત 3D વિઝ્યુઅલ્સ પ્રદાન કરે છે, જે ગેમ્સ અને વિડિયો કન્ટેન્ટને વધુ જીવંત બનાવે છે. રિયાલિટી હબ એપ વિડિયો કન્ટેન્ટ ડિટેક્ટ કરે છે અને તેને 3Dમાં ચલાવવાની પસંદગી આપે છે.
સેમસંગે આ નેક્સ્ટ- જન 3D ટેકનોલોજી મહત્તમ બનાવવા ધ ફર્સ્ટ બર્સેરકરઃ ખઝાન માટે નેક્સોન સહિત મુખ્ય વૈશ્વિક ગેમ ડેવલપર્સ સાથે સક્રિય રીતે જોડાણ કર્યું છે.
ગેમિંગની પાર ઓડિસ્સી 3Dમાં AI-પાવર્ડ વિડિયો કન્વર્ઝન છે, જે સ્ટાન્ડર્ડ કન્ટેન્ટને લગભગ બધી કન્ટેન્ટમાં નવી ઊર્જા ભરીને 3Dમાં પરિવર્તિત કરે છે. 165Hz રિફ્રેશ રેટ, 1ms પ્રતિસાદ સમય, AMD FreeSync™ સપોર્ટસાથે ઓડિસ્સી 3D સ્મૂધ, લેગ-ફ્રી ગેમપ્લેની ખાતરી રાખે છે. સ્પાશિયલ ઓડિયો (બિલ્ટ-ઈન સ્પીકર્સ) અને એજ લાઈટિંગ ફીચર ગેમિંગ અનુભવને બહેતર બનાવતાં ગેમ્સને સ્ક્રીનની બહાર અને તમારી દુનિયામાં લાવે છે.