એજ્યુકેશન

ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં વિદ્યાર્થીઓની JEE(MAINS-1 PHASE)-2025 EXAM માં ઝળહળતી અભૂતપૂર્વ સફળતા

સુરત ખાતે જહાંગીરબાદ સ્થિત શાળા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં વિદ્યાર્થીઓએ ધો. 12 સાયન્સ JEE (MAINS-1 PHASE)-2025 EXAM માં ઝળહળતો અભુતપૂર્વ દેખાવ કરીને રાંદેર અને અડાજણ ઝોનમાં સર્વોતમ્ પરિણામ મેળવેલ છે. શાળાના 8 વિદ્યાર્થીઓ 90 PR થી પણ વધુ સ્કોર કરી શ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું હતું. જે પૈકી પટેલ જૈમીન જયંતભાઈ 99.21 PR સાથે પ્રથમ ક્રમે શાળામાં સ્થાન મેળવ્યું હતું. આ વિદ્યાર્થીનો ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી પરિક્ષા ગુજકેટમાં પણ ૧૨૦ ગુણ માંથી ૧૨૦ ગુણ મેળવાનો દ્રઢસંકલ્પ છે*

આ સાથે શાળાના અન્ય વિદ્યાર્થી તનુશ્રી યાદવ 94.60 PR., તુષાર દાસ 94.49 PR રાજદીપસિંહ પરમાર 92.82 PR,ગીતાંજલિ મૈત્મ 92.27 PR,કળથીયા શુભ 92.07 PR,ગ્રેશી સેન 91.16 PR અને જીત છુચ્છા 90.45 PR સુપર-૭ “SUPAR-7” માં સ્થાન મેળવી શાળાનું, શિક્ષકગણનું અને માતા-પિતા નું નામ રોશન કર્યું હતું

આ પરીક્ષામાં શાળાના A ગ્રુપ ના કુલ 65 વિદ્યાર્થી મિત્રોએ JEE(Main) 2025 Session-1 Paper-1 પરિક્ષા અપાવી સફળ થયા હતા જેમાં ૪૫ જેટલા વિદ્યાર્થી 85.00 PR થી વધુ સ્કોર મેળવ્યો હતો આ બાળકો દ્વારા હવે પછીની JEE (Main) 2025 Session-2 Paper-2 अने JEE(ADVANCE) ની તૈયારી કરી ભારતની ટોપ IIT અને NIT માં એડમિશન મેળવવાનું લક્ષ્ય છે

આ માટે શાળાના આચાર્યગણ  તૃષાર પરમાર,ડૉ વિરલ નાણાવટી અને માલકમ સી પાલીયા દ્વ્રારા જે વિધ્ધાર્થી ઓ JEE(ADVANCE) માટે ક્વોલિફાય થયેલ છે તે વિધ્યાર્થી માટે ખાસ JEE(ADVANCE) ના ફલાસ શરૂ કરી દીધા છે. અને સાથે સાથે જે વિદ્યાર્થી તાજેતરના પરિણામ માં 85 PR થી લઇ 89.99 PR નો સ્ફોંર પ્રાપ્ત કર્યો છે તેવા વિદ્યાર્થી માટે JEE(Main) 2025 Session-2 Paper-2 मां 95.00 PR थी वधु आवे ते माटेना રેપિડ वगों शरु डरी हीधा छे

*આ શાળાએ આગળનાં બધા રેકોર્ડ તોડીને મોટી JEE -2025 પરિણામમાં મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી તે બદલ શાળાના મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશીષ વાઘાણી અને શાળા આચાર્યગણ દ્વારા વિદ્યાર્થી,વાલીમિત્રો તથા શિક્ષકગણને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે તથા વિદ્યાર્થીઓ જીવનમાં બીજી ઘણી સિધ્ધિઓ હાંસલ કરે તેવી પ્રેરણા આપવામાં આવેલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button