નેશનલબિઝનેસ

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ તથા ડી.આર.ડી.ઓ.દ્વારા એરો ઇંડીયા ૨૦૨૫માં ભારતની વેહીકલ માઉન્ટેડ કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું અનાવરણ

બેંગાલૂરુ, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના સહયોગમાં એરો ઇંડીયા-૨૦૨૫માં પબ્લિક-પ્રાયવેટ પાર્ટનરશિપ (પી.પી.પી.) આધારીત ભારતની વેહીકલ-માઉન્ટેડ ડ્રોન સિસ્ટમનું આજે અનાવરણ કર્યું હતું. ડી.આર.ડી.ઓ.ની ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન્સ પાંખના ડાયરેકટર જનરલ ડો. બી.કે.દાસ દ્વારા વિભાગના અતિથીઓ, સંરક્ષણ બાબતોના નિષ્ણાંતો અને ઉદ્યોગના ભાગીદારોની હાજરીમાં આ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું હતું. જે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાની ભારતની પ્રતિબધ્ધતાને રેખાંકીત કરે છે.

વધી રહેલી નીતનવી હવાઈ ધમકીઓ સામે ભારતની સંરક્ષણ સજ્જતા વધારવાની દીશામાં ડીઆરડીઓના સહયોગથી વિકસાાવવામાં આવેલ આ અત્યાધુનિક સિસ્ટમ નોંધપાત્ર કદમ છે. આધુનિક યુદ્ધમાં જાસૂસી અને આક્રમક બંને કામગીરીમાં ડ્રોનના વધી રહેલા ઉપયોગને ખાળવાના પ્રયાસમાં એક મજબૂત ડ્રોન મિકેનિઝમની આવશ્યકતા હિતાવહ બની ગઈ છે. આધુનિક સંરક્ષણ દળો માટે એક પ્રચંડ અસ્ક્યામત બની રહે તેવી આ વેહીકલ-માઉન્ટેડ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ લાંબા અંતરની સુરક્ષા, ચપળતા અને ચોકસાઇની ખાતરી આપવા સાથે તે સ્વચાલિત તપાસ, વર્ગીકરણ અને ડ્રોનની તટસ્થતા સહિત અદ્યતન સેન્સર ક્ષમતાઓ દ્વારા અવિરત સુરક્ષા પૂરી પાડે છે.

4×4ના એક જ વાહન પર સંકલિત સતત ઘૂમતી આ સિસ્ટમ ચપળ, વિશ્વસનીય અને આત્મનિર્ભર કાઉન્ટર-ડ્રોનનો ઉકેલ પ્રદાન કરે છે. તેમાં ચોક્કસ ડ્રોન ન્યુટ્રલાઇઝેશન માટે ઉચ્ચ-એનર્જી લેસર સિસ્ટમ, 10 કિ.મી.ની રેન્જમાં હવાઈ ધમકીના સામના માટે 7.62 મીમીની ગન, અને એડવાન્સ્ડ રડાર, સિગિન્ટ, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર અને ચોક્કસ સમય લક્ષ્ય સંપાદન સહીત ટ્રેકિંગ અને ન્યુટ્રલાઇઝેશ માટે જામર્સ આ સિસ્ટમની લાક્ષણિક્તાઓ છે. એક જ પ્લેટફોર્મમાં બહુવિધ કાઉન્ટર-ડ્રોન તકનીકીઓનું એકીકરણ ઝડપી પ્રતિસાદ અને સરળ કામકાજ સુનિશ્ચિત કરતું હોવાથી તે ભારતના સંરક્ષણની માળખાગત સુવિધાને સુરક્ષિત રાખવા માટે એક મહત્વની અસ્ક્યામત બનાવે છે

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના સી.ઇ.ઓ.આશિષ રાજવંશીએ આ પ્રસંગે બોલતા જણાવ્યું હતું કે ડી.આર.ડી.ઓ.ની વિશ્વકક્ષાનાા સંશોધન અને વિકાસ અને ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીના તેના સુદ્રઢ માળખા દ્વારા ચલિત આ સિસ્ટમનું અનાવરણ એ ભારતના સંરક્ષણ ક્ષેત્રની અભિનવ ઇકોસિસ્ટમની સફળતાનો પૂરાવો છે. વધી રહેલી ડ્રોનની ધમકીઓનો પ્રતિકાર કરવાની આપણા સશસ્ત્ર દળોની ક્ષમતાને એક પ્રચંડ તાકાત પૂરી પાડવાનો તૈયાર ઉકેલ હાજર રાખવામાં ડીઆરડીઓની અદ્યતન ટેકનોલોજીનું રુપાંતર કરતા અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ગૌરવ અનુભવે છે. આપણા સશસ્ત્ર દળોને દેશના વ્યૂહાત્મક હિતોની સુરક્ષા માટે સૌથી અદ્યતન,સ્વદેશી સંરક્ષણની તકનીકો સાથે અમારી અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓનો લાભ આપીને તેની એક્સેસની ખાતરી કરવા માટેની તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ડી.આર.ડી.ઓ.ની ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન્સ પાંખના ડાયરેકટર જનરલ ડો. બી.કે.દાસેે ઉમેર્યું હતું કે અસંમિત ધમકીઓ સામે સંરક્ષણની તૈયારી માટેની ભારતની સજ્જતામાંં વધારો કરવાની દીશામાં વેહીકલ માઉન્ટેડ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ એક મહત્વનું પગલું છે. આ સિસ્ટમ અતિ ફરતા પ્લેટફોર્મમાં બહુવિધ કાઉન્ટર-ડ્રોન તકનીકોને એકીકૃત કરી તત્કાળ જવાબ અને તેના સરળ સંચાલનને સુનિશ્ચિત કરે છે. ડીઆરડીઓ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે ભારતીય ઉદ્યોગના સહયોગથી સ્વદેશી ભાવી ઉકેલો વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. આ સિસ્ટમ બદમાશોના ડ્રોન દ્વારા વધતી જતી ધમકીઓ સામે સંરક્ષણ અને નાગરિક સંપત્તિ સુરક્ષિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

સ્વદેશી રીતે આધુનિક સંરક્ષણ તકનીકો વિકસાવવા, તેની આયાત નિર્ભરતા ઘટાડવા અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને આ સિસ્ટમનું અનાવરણ મજબૂત બનાવે છે. જેમ જેમ માનવરહિત હવાઈ ધમકીઓના પ્રકાર વિકસતા રહે છે તેમ તેમ ભારતની સંરક્ષણ ક્ષમતાઓને આધુનિક સ્વદેશી ઉપાયોને આગળ વધારવા માટે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ તથા ડી.આર.ડી.ઓ વચ્ચેનો સહયોગ એક અગત્યનું સિમાચિહ્ન અંકીત કરે છે એમ તેમણે કહ્યું હતું.

એરોસ્પેસ અને સંરક્ષણમાં ભારતની પ્રગતિને પ્રદર્શિત કરવા માટે એરો ઇંડિયા-2025 વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે ત્યારે અહીં આ સિસ્ટમનું અનાવરણ વૈશ્વિક સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રના મુખ્ય ખેલાડી તરીકેની દેશની સ્થિતિ અને સ્થાનની પુષ્ટિ કરે છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button