અમદાવાદબિઝનેસ

આમ પ્રજાને પોસાય તેવી વિશ્વકક્ષાની સ્વાસ્થ્ય સંભાળની સુવિધા સ્થાપવા અદાણીની મેયો ક્લિનિક સાથે ભાગીદારી

મુંબઇ-અમદાવાદમાં મળીને 1,000 પથારીની બે મલ્ટિ-સુપર-સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજોનું નિર્માણ કરાશે

અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2025: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી સમૂહના અદાણી હેલ્થ સિટી નામક બિન નફાકારક આરોગ્ય સંભાળ ઉપલબ્ધ બનાવવાના ધ્યેયથી એક સંકલિત આરોગ્ય કેમ્પસ શરૂ કરવાની જાહેરાત કરી છે.

ગૌતમ અદાણીની सेवा साधना है, सेवा प्रार्थना है और सेवा ही परमात्मा है,ની ફિલોસોફી અનુસાર અદાણી પરિવાર સમગ્ર ભારતના તમામ વર્ગના લોકોને પરવડે તેવી વિશ્વ-સ્તરની તબીબી સંભાળ અને તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટેનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. અમદાવાદ અને મુંબઇમાં આ એકીકૃત આરોગ્ય કેમ્પસમાંથી પ્રથમ બે બનાવવા માટે આ પરિવાર 6,000 કરોડથી વધુ રકમની સખાવત કરશે. ભારતભરના શહેરો અને નગરોમાં આવા વધુ સંકલિત અદાણી આરોગ્ય નગરોનું નિર્માણ કરવાની ગૌતમ અદાણીની યોજના છે.

આ સંકલિત દરેક અદાણી હેલ્થકેર સંકુલ (એચસી કેમ્પસ) 1000 પથારીની મલ્ટિ-સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ, વાર્ષિક 150 અંડરગ્રેજ્યુએટ્સ, 80થી વધુ રેસિડેન્ટ્સ અને 40 ફેલોની ક્ષમતા સાથેની મેડિકલ કોલેજો ઉપરાંત સ્ટેપ-ડાઉન અને ટ્રાન્ઝિશનલ કેર સગવડો અને આધુનિક સંશોધન સુવિધાઓનું બનેલું હશે. એએચસી મેડિકલ ઇકોસિસ્ટમનો હેતુ તમામ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિના લોકોની સેવા, ડોકટરોની આગામી પેઢીને તાલીમ આપવા અને ક્લિનિકલ સંશોધન, આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ અને બાયોમેડિકલ માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

અદાણી ગ્રૂપે આ સંસ્થાઓમાં સંગઠનાત્મક ઉદ્દેશો અને ક્લિનિકલ પદ્ધતિઓ વિશે વ્યૂહાત્મક સલાહ આપવા માટે યુએસએની મેયો ક્લિનિક ગ્લોબલ કન્સલ્ટિંગ (મેયો ક્લિનિક) સાથે હાથ મેળવ્યા છે. મેયો ક્લિનિક ડિજિટલ અને ઇન્ફરમેશન ટેકનોલોજી અને આરોગ્ય સંભાળની ઉત્તરોત્તર ગુણવત્તામાં વધારા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ટેકનોલોજીના એકીકરણ પર સલાહ પણ આપશે.

અદાણી ગ્રુપના ચેરમેન  ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં મારા 60 મા જન્મદિવસ પ્રસંગે મારા પરિવારે મને ભેટ તરીકે સ્વાસ્થ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં સુધારો કરવા માટે રુ.60,000 કરોડની સખાવતનો સંકલ્પ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ યોગદાન અંતર્ગત અદાણી હેલ્થ સિટીનો વિકાસ એ અનેક મોટા પ્રકલ્પો પૈકીનો પ્રથમ છે, જે ભારતીય સમાજના દરેક વર્ગના લોકોને વિશ્વ કક્ષાની ગુણવત્તાની કિફાયતી આરોગ્ય સંભાળ પૂરી પાડવા તરફ આગળ વધશે.

વિશ્વની સૌથી મોટા સંકલિત બિન નફાકારક તબીબી જૂથ મેયો ક્લિનિક સાથેની અમારી ભાગીદારી જટિલ રોગોની સંભાળ અને તબીબી નવીનતા પર વિશેષ ભાર આપતા આરોગ્ય સંભાળના ધોરણોને ભારતમાં વધારવામાં મદદ કરશે એવો વિશ્વાસ શ્રી ગૌતમ અદાણીએ વ્યક્ત કર્યો હતો.

મેયો ક્લિનિક તેની કુશળતા કોઇપણ સ્થળે કાર્યરત સ્વતંત્ર આરોગ્યસંભાળ પૂૂરી પાડનારાઓ સુધી વિસ્તારવા સક્ષમ છે. મેયો ક્લિનિક પ્રોગ્રામ જરુરિયાતને અનુરુપ ડિઝાઇન તૈયાર કરીને પૂૂરી પાડવાના અભિગમને વરેલું છે જે ક્લાયન્ટને તેમના લક્ષ્યો હાંસલ કરવામાં સહાયરુપ થવા માટે નિષ્ણાતો પાસેથી જરુરિયાતને અનુરુપ જવાબો મેળવવામાં મદદ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button