
સુરત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં રૂ.૧૨૯.૫૩ કરોડના પ્રકલ્પોનું તા લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ડ્રીમ સિટીના રૂ.૨૨૩.૨૧ કરોડના પ્રકલ્પોનું તેઓ લોકાર્પણ કરશે. મનપા અને ડ્રીમ સિટીના કુલ મળી રૂ.૩૫૨ કરોડના વિકાસકાર્યોનું તા.૨૪/૨/૨૦૨૫ના રોજ સાંજે ૦૬.૧૫ વાગે અઠવાલાઈન્સ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
સુરત મનપાના લોકાર્પિત થનાર વિવિધ પ્રકલ્પોની તકતીઓની અનાવરણ વિધિ જેમાં ડ્રેનેજ વિભાગના વેસ્ટ ઝોન (રાંદેર) વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્કના ઓગમેન્ટેશન અંતર્ગત પાલમાં ૪૩ એમ.એલ.ડી. ક્ષમતાનું સુએજ પમ્પિંગ સ્ટેશન અને ૪ એમ.એલ.ડી. ક્ષમતાનું મશીન હોલ સુએજ પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ, સાઉથ વેસ્ટ (અઠવા) ઝોન વિસ્તારમાં નવા સમાવિષ્ટ થયેલ કાંદીફળિયા સહિતના વિસ્તારમાં સુએજ સિસ્ટમનું લોકાર્પણ કરાશે.
વેસ્ટ ઝોન (રાંદર)ના પશ્વિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં વરીયાવ ખાતે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ, સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત)માં પરવટ-ગોડાદરા)ની નવી પ્રાથમિક શાળા (જી+૪)નું લોકાર્પણ, નોર્થ ઝોન (કતારગામ) વિસ્તારમાં મોડેલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ, સુમન માધ્યમિક શાળા સેલની સુ.મ.પા.સંચાલિત સુમન શાળાઓ ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, કોડિંગ તથા ડ્રોનનું જ્ઞાન આપવા લેબ સ્થાપિત કરી ટ્રેઈનર થકી પ્રશિક્ષણનું લોકાર્પણ સહિત ટ્રાફિક-બી. આર.ટી.એસ. પ્રોજેક્ટ સેલ, વરાછા ઝોન-એ, ઈન્ફર્મેશન સિસ્ટમ ડિપાર્ટમેન્ટ, સાઉથ વેસ્ટ (અઠવા) ઝોન, નવો પૂર્વ ઝોન (સરથાણા) સહિતના વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.
આ સાથે ડ્રીમ સિટી લિ.ના લોકાર્પિત થનાર વિવિધ પ્રકલ્પોમાં રૂ.૨૧૫.૦૦ કરોડના ખર્ચે ડ્રીમ સિટી ફેઝ-૨ પ્રોજેક્ટ અંતર્ગત ઈ.પી.સી. ધોરણે રોડ નેટવર્ક (રીજીડ/ફ્લેક્સિબલ પેવમેન્ટ), વોટર સ્પાલય નેટવર્ક (પોટેબલ/ટ્રીટેડ), સ્ટોર્મ વોટર નેટવર્ક, સીવરેજ નેટવર્ક, યુટિલિટી ડકટ, ઈલે. સ્ટ્રીટલાઈટ સિસ્ટમ, ઓવરહેટ અને અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રચર ડેવલપમેન્ટનું લોકાર્પણ કરાશે. ઉપરાંત ડ્રેનેજ વિભાગ, હાઈડ્રોલિક વિભાગ, નવો પૂર્વ ઝોન (સરથાણા), સાઉથ ઝોન-બી (કનકપુર) વિસ્તારમાં સુએજ પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજ લાઈન, અંડરગ્રાઉન્ડ ટાંકી, આંગણવાડી, વોક-વે, સ્ટોર્મ ડ્રેનેજ લાઈન નાંખવાના કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
આ પ્રસંગે નાણા, ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા, સાંસદ સર્વશ્રી મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, મેયર દક્ષેશભાઈ માવાણી, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, ધારાસભ્યો, કોર્પોરેટરો, મનપાના વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ, હોદ્દેદારો, શહેરીજનો ઉપસ્થિત રહેશે.