સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી
સુરતની સેંટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં તા 9-જાન્યુઆરીના રોજ શાળાના રોકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગમાં વાર્ષીકોત્સવ-Euphorin અને શીલ્ડ વિતરણની ભવ્ય ઊજવણી જહાંગીરપુરા સ્થિત કોમ્યુનિટી હોલમાં કરવામાં આવી જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પૂર્ણેશભાઈ મોદી હાજર રહ્યા હતા. તેમજ અશોકભાઈ ગોહિલ તથા જીતેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી કાર્યકમની ગરીમાં વધારી તેમજ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ઉપસ્થિત મેહમાનો તથા શાળાના ટ્રસ્ટી બી.વી.એસ.રાવ સર તેમજ કો-ફાઉન્ડર સુશીલા મેડમ તથા શાળાના આચાર્યા ધન્યા પ્રિનસ તેમજ એકેડેમિક એડમિનિસ્ટ્રેટર ડેવિડ સર, પ્રિ-પ્રાયમરી ઈન્ચાર્જ દિલનાઝ જુનવાનવાલા, પ્રાયમરી ઈન્ચાર્જ વિકાસ ભેડા તેમજ સાયન્સ ઇન્ચાર્જ શ્રીમતી શૈફાલી દવે-આ તમામનું સ્વાગત શાળાના બાળકો દ્રારા પુષ્પ વર્ષાથી કરવામાં આવ્યુ હતું. શાળાના તમામ શિક્ષકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મહાનુભવોએ સરરસ્વતી વંદનાના સંગાથે દીપ પ્રાગટ્ય કરી સમારંભની શરૂઆત કરી હતી. બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ઉપરાંત નૃત્ય તથા ગાયન અને નાટક જેવી ઈતર પ્રવૃત્તિ ખૂબ જરૂરી છે. તે વિષેની સમજ શાળાનાં ટ્રસ્ટીશ્રી રાવ સરે આપી હતી.
નર્સરી, જુનિયર કે.જી., સિનિયર કે.જી, ઘો-1, ધો-8, ધો-9 અને ધો- 11 ના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ધોરણ 1, 8 અને 9 ના વિદ્યાર્થીઓએ વિષ્ણુ સ્તુતિ રજુ કરી કાર્યક્રમનો આરંભ કર્યો હતો. નર્સરી તથા જૂનિયર કે.જી. ના ભૂલકાઓએ ગુલાબી સાડી….. અને મેં નિકલા ગડ્ડી લેકર ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું. તેમજ સિનિયર કે.જી. ના ભૂલકાઓ દ્વારા Where’s The Party To Night પાર્ટી સોંગ રજુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નર્સરી અને જૂનિયર કે.જી. ના ભૂલકાઓ દ્વારા છોર્ટ છોટે શહેરોમે ની ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. સિનિયર કે.જી.ના ભૂલકાઓએ “ગરબો રમતા આજ ગોકુલ ધામ હૈ”, “તારક મહેતા કા ઉલ્ય ચશ્મા” સિરિયલની થીમ પર નૃત્ય નાટિકા રજૂ કરીને પ્રેક્ષકોનું દિલ જીતી લીધું હતું.
વિવિધ રાજયોનાં પહેરવેશ દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો ફેશન શો પ્રિ-પ્રાયમરી વિભાગે રજૂ કર્યો હતો. જે જોઈ ઉપસ્થિત પ્રેક્ષકો આનંદવિભોર થઈ ગયા હતા. ત્યારબાદ ધોરણ । ના વિદ્યાર્થીઓએ મનમોહક ફ્રેન્ડશીપ ડાન્સ રજૂ કર્યો હતો. તે ઉપરાંત ધી-1 નાં વિદ્યાર્થીઓએ કંધો સે મિલતે હૈ કી નો આર્મી ડાન્સ રજૂ કર્યો હતો.
સ્ત્રી સશક્તિકરણ અને શ્રી સ્વરક્ષક બની શકે તે થીમ પર ધોરણ-8, 9 અને 11 ની વિધાર્થીનીઓએ દુહાઈ હૈ. અને આરંબ હૈ પ્રચંડ……. નૃત્ય નાટિકા રજૂ કરી પ્રેક્ષકોની વાહ વાહ મેળવી હતી. ઘોરણ – 8, 9 અને 11 ના વિદ્યાર્થીઓએ સાયબર એટેકથી • બચવા માટે જાગૃતિ લાવવા માટેનું નાટક રજૂ કર્યું હતું. અંતે ધોરણ 8, 9 નાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ એરોબિક્સ અને કરાટે શોને દરેકે તાળીઓના ગળગળાત થી વધાવી લીધો હતો
આ કાર્યક્રમ અંતર્ગત નર્સરી, જુનિયર કે.જી., સિનિયર કે.જી, ધી-1, ધો-8, ધો- 9 અને ધો-11 ના વિદ્યાર્થીઓનું ગતવર્ષના વાર્ષિક પરિણામના પ્રથમ, દ્વિતીય તથા તુતીય શીલ્ડ તેમજ સર્ટીફિકેટ આપી તેમનું બહુમાન કર્યુ હતું. આ કાર્યક્રમમાં વાર્ષિક અહેવાલ LED પર રજુ કરવામાં આવ્યો હતો. આ ઉપરોકત કાર્યક્રમમાં વાલીઓએ મોટી સંખ્યામાં હાજર રહી રંગારંગ Euphoria ની ભવ્ય ઉજવણીને ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો હતો. વાલીઓએ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓની અથાગ મહેનતના ભરપેટ વખાણ કર્યા હતા. તથા અંતે મ્યુઝીક થકી રાષ્ટ્રગીત દ્વારા રાષ્ટ્રને માન આપી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.