હેલ્થ

હિમોફીલીયા સામેની લડતમાં AM/NS India દ્વારા દર્દીઓને નિ:શુલ્ક તબીબી સહાય

AM/NS India એ પીપીપી મોડેલ હેઠળ સ્થાપેલ હિમોફીલીયા કેર સેન્ટરનો 2500થી વધુ લોકોએ લાભ લીધો

સુરતઃ ટોચની સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS India) ગુજરાત અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રના લોકોના આરોગ્ય અને તંદુરસ્તી માટે મહત્વની ભૂમિકા ભજવી રહયું છે.

AM/NS India એ ન્યૂ સિવિલ હોસ્પિટલ, સુરત સાથે મળીને હિમોફીલીયા કેર સેન્ટરની સ્થાપના કરી છે. વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફીલીયાની માન્યતા ધરાવતું આ કેન્દ્ર એ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે હિમોફીલીયાના દર્દીઓને સમર્પિત એક માત્ર કેન્દ્ર છે. 

AM/NS India ના અનિલ મટૂ જણાવે છે કે “હિમોફીલીયા દર 10 હજાર વ્યક્તિમાંથી એક વ્યક્તિમાં જોવા મળે છે. અમને આ રોગની સારવાર માટે કાયમી માળખાકીય સુવિધાઓ સહિતની સમર્પિતટીમની ગોઠવણ કરીને દર્દીઓને નિ:શુલ્ક તબીબી સારવાર પૂરી પાડયાનો આનંદ છે, કારણ કે આ વિસ્તારમાં હિમોફીલીયાના મોટી સંખ્યામાં કેસ જોવા મળ્યા છે.”

હિમોફીલીયા કેર સેન્ટર દરરોજ આશરે 40 થી 45 દર્દીઓની સારવાર કરે છે, જેમાંના મોટાભાગના લોકો ગુજરાત અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રના હોય છે. આ કેન્દ્રએ જાન્યુઆરીથી શરૂ કરીને 685 દર્દીઓની સારવાર કરી છે, જેમાંના મોટાભાગના લોકો ઓછી આવક ધરાવતા વર્ગના છે અને અત્યાર સુધીમાં 2500 દર્દીઓએ આ કેન્દ્રનો લાભ લીધો છે.

સુરત જીલ્લા વહિવટી તંત્ર આ સાહસમાં ભાગીદાર તરીકે દર્દીઓને સારવાર માટેની દવાઓ અને સાધનો પૂરાં પાડે છે, જ્યારે AM/NS India કેન્દ્રનું સંચાલન સરળ રીતે થાય તે માટે ડોક્ટરો અને માનવબળ પૂરૂં પાડે છે. 8 મેમ્બરની ટીમની આગેવાની ડો. ક્રિસ્ટીન ગામીત સંભાળી રહ્યા છે.

લોહીનો ગઠ્ઠો જામે નહીં તે માટે આ કેન્દ્ર દર્દીઓમાં જાગૃતિ ઉભી કરીને દર્દીઓ અને તેમના પરિવાર તથા અન્ય લોકોને માર્ગદર્શન આપે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button