સુરત

તમાકુ મુક્ત પેઢીના ઉદેશ્ય સાથે નવા વર્ષની શુભ શરૂઆત – 5 દિવસમાં 135 શાળાઑ બની તમાકુ મુક્ત શાળા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ કમિશનર કચેરી અને ફેઈથ ફાઉનેશનના દ્વારા ટોબેકો ફ્રી જનરેશન – તમાકુ મુકત શાળા અભિયાનનું આયોજન

ભારત એક યુવા રાષ્ટ્ર છે જેમાં લગભગ 41% વસ્તી 20 વર્ષથી ઓછી વયના જૂથમાં છે (જનગણતરી 2011). ગ્લોબલ યુથ ટોબેકો સર્વે 2019 ગુજરાતના ડેટા મુજબ હાલમાં લગભગ 5.4% યુવાનો તમાકુનું સેવન કરે છે. ભારત અને તેથી વધુ ગુજરાતએ તમાકુ થી થતાં મોંઢા કેન્સરમાં મોખરે છે. વિશ્વભરમાં દર વર્ષે લગભગ 54 લાખ લોકો તમાકુના સેવનથી મૃત્યુ પામે છે. તમાકુ એ વ્યસન ની દુનિયામાં પ્રથમ પગથિયું છે. આથી બાળકો અને યુવા તમાકુ મુક્ત જીવન જીવે તે જરૂરી છે.

તમાકુ નિયંત્રણ માટે સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ (COTPA) 2003 કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જેની મુખ્ય કલમ 4, 5, 6 (અ અને બ), 7 છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય – ભારત સરકાર દ્વ્રારા કલમ 6 બ માટે 09 મુદ્દાની અમલીકરણ માર્ગદર્શિકા બહાર પાડવા માં આવેલ છે.

આ માર્ગદર્શિકાના અમલીકરણ અને તમાકુ મુક્ત પેઢી બનાવવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ કમિશનર કચેરી અને ફેઈથ ફાઉનેશનના ના સંયુક્ત ઉપક્રમે 3જી જાન્યુઆરી થી 7મી જાનુયારી 5 દિવસીય ટોબેકો ફ્રી જનરેશન – તમાકુ મુકત શાળા (Drive for Tobacco Free Generation ToFEI – Tobacco Free Education Institution) અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાનમાં 5 દિવસમાં સુરત કોર્પોરેશનમાં આવેલ અલગ અલગ 8 ઝોનમાં આવેલ 135 શાળાઑમાં તમાકુ મુક્ત શાળા બનાવવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી. તમાકુ થી થતી હાનિકારક અસર, તમાકુ નિયંત્રણ કાયદો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય – ભારત અનુસાર તમાકુ મુક્ત શાળા માટે ના માપદંડો જેવા મુદ્દાઓ અંગેની સમજણ પૂરી પાડવામાં આવી હતી. 20 વિધ્યાર્થીઓ દ્વારા 8000 થી વધુ બાળકો ને તમાકુ મુકત જીવન જીવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button