ગૌતમ અદાણીની EU, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતો સાથે ઉચ્ચસ્તરીય બેઠક
ઉર્જા સંક્રમણને ટેકો આપવા અને હાઇડ્રોજન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા ચર્ચા
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મંગળવારે EU, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતો સાથે ઉચ્ચસ્તરીય મુલાકાત યોજી હતી. આ હાઈ-લેવલ બેઠક ભારતના ટકાઉ વિકાસ લક્ષ્યોને વેગ આપવા સહયોગ પર કેન્દ્રિત હતી. ભારતના ઉર્જા સંક્રમણને ટેકો આપવા અને હાઇડ્રોજન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
રાજદૂતોએ ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક અને મુન્દ્રામાં ભારતના સૌથી મોટા બંદર અને ઔદ્યોગિક હબ સહિત અદાણી જૂથની વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લીધી હતી. મુન્દ્રા એ ભારતનું સૌથી મોટું બંદર અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, જ્યારે ખાવડામાં વિશ્વનાં સૌથી મોટા રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટૉલેશનમાં પરિવર્તિત થયું છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી એક પોસ્ટમાં રાજદૂતો સાથે તેમની મુલાકાત વિશે લખ્યું છે કે “અમારી ઓફિસમાં EU, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતો સાથે મુલાકાતનું આયોજન એ એક વિશેષાધિકાર હતો. ખાવડામાં વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક અને મુન્દ્રામાં ભારતના સૌથી મોટા બંદર, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક હબની તેમની મુલાકાતની હું ખૂબ પ્રશંસા કરું છું. અમારી ચર્ચાઓ ભારતના ઉર્જા સંક્રમણને ટેકો આપવા અને હાઇડ્રોજન ઇકોસિસ્ટમને વેગ આપવા વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરવા પર કેન્દ્રિત હતી.”
તેમણે ઉમેર્યું હતું કે, ” અમે સમગ્ર ભારત માટે ટકાઉ ભવિષ્યને ટેકો આપતા સંતુલિત ઉર્જા મિશ્રણને સુનિશ્ચિત કરીને અમારી મહત્વાકાંક્ષી નવીનીકરણીય ઉર્જા પહેલને આગળ વધારવાનું ચાલુ રાખીશું. ગૌતમ અદાણીએ ભારતના વેપાર ક્ષેત્ર, ખાસ કરીને બંદર વિકાસ અને કામગીરીમાં અમીટ છાપ છોડી છે.