સેમસંગ ઈન્ડિયા દ્વારા દુનિયાનાં પ્રથમ AI- પાવર્ડ ટેબ્લેટ્સ ગેલેક્સી ટેબ S10+ અને ટેબ S10 અલ્ટ્રા રજૂ કરાયાં
ટેબ્લેટ્સ ફ્લેગશિપ પરફોર્મન્સ અને અદભુત ડિઝાઈન સાથે AIની પાવરને જોડતાં નવું સીમાચિહન સ્થાપિત કરે છે.
ગુરુગ્રામ, ભારત, 27મી સપ્ટેમ્બર, 2024: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી ટેબ S10+ અને ટેબ S10 અલ્ટ્રા રજૂ કરવામાં આવ્યાં, જે ફ્લેગશિપ લાઈનઅપ અત્યાધુનિક AI ફીચર્સ સાથે ટેબ્લેટ અનુભવમાં નવો દાખલો બેસાડે છે.
દુનિયાનાં પ્રથમ AI-પાવર્ડ ટેબ્લેટ્સ ગેલેક્સી ટેબ S10+ અને S10 અલ્ટ્રા પથદર્શક નવીનતાઓ લાવી છે, જેમાં ફ્લેગશિપ પરફોર્મન્સ, બહેતર ક્રિયેટિવ ટૂલ્સ અને આધુનિક ગેલેક્સી AI ફીચર્સનો સમાવેશ થાય છે, જે ઉત્પાદકતા અને ક્રિયાત્મકતા વધારવા માટે તૈયાર કરાયાં છે. તમે મહત્તમ ઉત્પાદકતા માટે પ્રોફેશનલ જોતા હોય કે તમારું કામ વધારવા માટે ટૂલ્સ ચાહતા ક્રિયેટર જોતા હોય, ગેલેક્સી ટેબ S10 અલ્ટ્રા અને S10+ અપેક્ષાઓને પાર કરે તે રીતે ઘડવામાં આવ્યા છે.
બંને ગેલેક્સી ટેબ S10+ અને S10 અલ્ટ્રા અદભુત ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લેઝ સાથે પથદર્શક વિઝ્યુઅલ્સ અને રોમાંચક મનોરંજન અનુભવ માટે એન્ટી- રિફ્લેક્ટિવ કોટિંગ સાથે સમૃદ્ધ છે. ગેલેક્સી ટેબ S10 અલ્ટ્રા 14.6-ઈંચ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે સાથે અનોખું તરી આવે છે, જેમાં ઉજાશની સ્થિતિમાં પણ અદભુત વિઝ્યુઅલ્સ અને રોમાંચક વ્યુઈંગ અનુભવ માટે એન્ટી- રિફ્લેક્ટિવ કોટિંગ છે. તેના ડ્યુઅલ 12- મેગાપિક્સેલ સેલ્ફી કેમેરા અને ડ્યુઅલ રિયર કેમેરા (13MP મેઈન અને 8MP અલ્ટ્રાવાઈડ) તેને પ્રોફેશનલ ફોટોગ્રાફી અને વિડિયો કોલ્સ માટે ઉત્તમ ટૂલ બનાવે છે.
ગેલેક્સી ટેબ 10 અલ્ટ્રા અને ગેલેક્સી ટેબ S10+ શક્તિશાળી, આસાન કામગીરી પ્રદાન કરવા માટે AI પ્રોસેસિંગમાં મોટી પ્રગતિઓનો લાભ લે છે. ગેલેક્સી ટેબ S10 અલ્ટ્રામાં તેના પુરોગામી ગેલેક્સી ટેબ S9 અલ્ટ્રાની તુલનામાં CPUમાં 18% બૂલ્ટ અને GPUમાં 28 ટકા વધારો અને NPUમાં 14 ટકા સુધારણા ધરાવે છે. વિસ્તારિત બેટરી આયુષ્ય અને સુપર-ફાસ્ટ ચાર્જિંગ સાથે ગેલેક્સી ટેબ S10 સિરીઝ રિચાર્જિંગ માટે લઘુતમ ડાઉનટાઈમ સાથે દીર્ઘ ઉપયોગની ખાતરી રાખે છે. કીબોર્ડ પર સમર્પિત AI કી ઉપભોક્તાઓને સરળ ટેક્સ્ટ મેનેજમેન્ટ માટે ટ્રાન્સસ્ક્રિપ્ટ આસિસ્ટ અને નોટ આસિસ્ટ જેવાં શક્તિશાળી ટૂલ્સને પહોંચ આપે છે, જે સેકંડોમાં ગૂંચભર્યા ગણિતના પ્રોબ્લેમ્સનો ઉકેલ લાવી શકે છે. અન્ય અત્યાધુનિક ફીચર્સમાં સ્કેચ ટુ ઈમેજ અને જેમિનીમાં મલ્ટીટાસ્કિંગ અને ક્રિયેટિવિટી આસાન બને છે. બંને ટેબ્લેટ્સ IP68-રેટેડ S પેન સાથે આવે છે, જે ક્રિયેટર્સ અને પ્રોફેશનલ્સ માટે પણ અચૂકતા અને બેજોડ ઉત્પાદકતા પ્રદાન કરે છે.
ગેલેક્સી ટેબ S10 સિરીઝ હોમ AI ડિવાઈસ તરીકે પણ કામ કરે છે, જેમાં સ્માર્ટથિંગ્સ ઈકોસિસ્ટમમાં ડિવાઈસ મેનેજમેન્ટ સ્ટ્રીમલાઈન કરવા માટે 3D મેપ વ્યુ ઘરનું અને સર્વ કનેક્ટેડ ડિવાઈસીસનું વિઝ્યુઅલ ઓવરવ્યુ આપે છે. મજબૂત સેમસંગ નોક્સ સિક્યુરિટી ડેટા ગોપનીયતા અને નિયંત્રણની ખાતરી રાખે ચે, જ્યારે ઈનોવેટિવ મટીરિયલ્સ વધુ સક્ષમ ભવિષ્ય માટે સેમસંગની કટિબદ્ધતા અધોરેખિત કરે છે.
વ્યાપક 11,200mAh બેટરી, 16GB RAM અને 1TB સ્ટોરેજ સાથે ગેલેક્સી ટેબ S10 અલ્ટ્રા વર્ક અને પ્લે માટે ઉત્તમ સાથી બને છે, જે તેના પુરોગામીઓની તુલનામાં ઉચ્ચ કક્ષાની વિશિષ્ટતાઓનું ઉત્તમ રીતે પ્રતિબિંબ પાડે છે.