ધર્મ દર્શનસુરત

સામૂહિક 250 વર્ષીતપ ના તાપસ્વીઓની શાહી રથયાત્રા વેસુ ના રાજમાર્ગો પર ફરી

શુક્રવારે 10 મે ના રોજ સરસાણા ડોમમાં વર્ષીતપ ના તપસ્વી ઈક્ષુરસથી પારણા થશે

સુરત : ધર્મ નગરી સુરતના વિકસિત વેસુ વિસ્તારમાં આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનના ઉપક્રમે ગઈ સાલ સામૂહિક વર્ષીતપ ના મંડાણ થયેલા. આખું વર્ષ તમામ તપસ્વીના સામૂહિક બેસણાં ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. 13 મહિનાનો દીર્ઘ તપ આ વખતે અધિક માસ હોવાથી કુલ 424 દિન નો થયો હતો. આમ છતાં વર્ષીતપના પ્રેરક, સંઘ સંસ્થાપક પૂ. આચાર્ય સાગરચંદ્રસાગર સૂરીશ્વરજી મ. ના આશીર્વાદ થી તમામ તપસ્વીના હૈયામાં અનેરો આનંદ છવાયો હતો.

બુધવારે સવારે 7:00 વાગે 250 તપસ્વીઓની શાનદાર રથયાત્રા,હિંમતનગર થી આવેલું દિનકર બેન્ડ, કચ્છી ઘોડી, નાસિક ઢોલ, અનેક બગીએ, ત્રણ ગજરાજ, ઘોડાઓ તથા 6000 થી વધુ જનમેદની જોડાઈ હતી. રથયાત્રા બાદ વિજયાલક્ષ્મી હોલમાં સોવની સાધાર્મિક ભક્તિ રાખવામાં આવી હતી તથા તપસ્વીઓના શાહી બેસણાં રાખવામાં આવ્યા હતા. રથયાત્રા બાદ ઉત્તમ ભાવોલ્લાસ થી આદિનાથ પ્રભુના પોંખણા કરાયા હતા. બપોરે 108 આદિશ્વર પૂજન માં સૌ તપસ્વીઓ જોડાયા. સાંજે શેરડીના સાંઠા થી આખું ભવનનું આંગણું શણગારવામાં આવ્યું. મહાપૂજા તથા કુમારપાળ રાજા ની આરતી ઠાઠમાઠ થી થઈ હતી.

ગુરુવારે સૌ નો બહુમાન સમારંભ, નાટીકા, તપવધામણા થશે. શુક્રવારે અખાત્રીજના પાવન દીને સરસાણા ડોમ માં 250 તપસ્વીના પારણા શ્રેયાંસ કુમાર બનેલા લીલાબેન મોહનલાલ સાકરીયા પરિવાર કલામંદિર જ્વેલર્સ દ્વારા કરાવશે સૌ તપસ્વી નું સ્વર્ણગીની થી બહુમાન કરાવાશે. પારણા ઉત્સવમાં 10,000 જેટલા જનમેદની ઉમટીપાડશે તેમ આયોજન સમિતિએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button